મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શા માટે ગુજરાતીઓ સમક્ષ બે હાથ જોડ્યા?

કોરોના વાયરસની મહામારીના કારણે ગુજરાતનું આરોગ્ય તંત્ર હાઈ એલર્ટ પર છે. આજે ગુજરાતમાં પાંચ કેસ પોઝીટીવ નોંધાયા છે ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ  ગુજરાતીઓને ફરી એક વાર અપીલ કરી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું કે ગુજરાતમાં પાંચ કેસ પોઝીટીવ નોંધાયા છે. આ  પાંચ કેસ વિદેશથી આવેલા ગુજરાતી લોકો છે. કોરોનાનો સામનો કરવા સરકાર સજ્જ છે અને  લોકોનો પણ સહયોગ મળી રહ્યો છે.

તેમણે જણાવ્યું કે કોરોના વાયરસની બિમારી સતર્કતા અને તકેદારી છતાં પણ વધી રહી છે. વિદેશથી જે લોકો તાજેતરમાં ગુજરતામાં આવેલા હોય તેઓ પોતે પોતાના ઘરમાં અલગ રહે. કોરોન્ટાઈન જરૂરી છે. બાળકો અને વડીલોએ ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. જ્યારે અન્યોએ પણ  જરૂરિયાત પુરતું જ નીકળવાનું રાખવું જોઈએ. જો નીકળો તો એક મીટરનું અંતર રાખીને મળવાનું રાખવું જોઈએ. આટલું કહેતાં જ તેમણે ગુજરાતીઓને બે હાથ જોડી આ અપીલ કરી હતી.

તેમણે કહ્યું કેકોરોના વાયરસને ફેલાતું અટકાવવા પીએમ મોદીએ જનતા કરફ્યુનો વિચાર રજૂ કર્યો છે. ગુજરાતમાં જનતા કરફ્યુનો અક્ષરસ પાલન કરવામાં આવશે અને રવિવારે સવારે સાત વાગ્યાથી નવ વાગ્યા સુધી ઘરમાં રહીએ.