એક કનિકાના કારણે દેશના 10 દિગ્ગજ નેતાઓને જવું પડ્યું છે સેલ્ફ આઈસોલેશનમાં, જાણો કોણ-કોણ છે?

દેશમાં કોરોના વાયરસનો કેર વધી રહ્યો છે. અત્યાર સુધીમાં 230થી વધુ લોકો પોઝીટીવ હોવાનું જાણવા મળ્યું છે. પ્રખ્યાત સિંગર કનિકા કપૂર પણ કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. કનિકા 15 માર્ચે લંડનથી પરત આવી હતી અને લખનૌની પાર્ટીમાં ભાગ લીધો હતો. ઘણા મોટા નેતાઓ, સાંસદો, અધિકારીઓ પાર્ટીમાં જોડાયા. રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે અને તેમના પુત્ર દુષ્યંતસિંહે પણ આ પાર્ટીમાં ભાગ લીધો હતો. બંને નેતાઓના પાર્ટીમાં જોડાવાની માહિતી જાહેર થયા બાદ રાજકીય લોબીમાં હંગામો મચી ગયો છે.

આ મામલો જાહેર થયા બાદ વસુંધરા રાજેએ ટવિટ કરીને પોતાને અને દુષ્યંત સિંહે સેલ્ફ આઈસોલેશન ધારણ કર્યું હોવાની વાત કરી હતી. આ જ પાર્ટીમાં યુપીના આરોગ્ય પ્રધાન જય પ્રતાપ સિંહ આખા પરિવાર સાથે ઉત્તરપ્રદેશ પહોંચ્યા હતા. ખુલાસો થયા પથી તેઓ પણ સેલ્ફ આઈસોલેશનમા જતા રહ્યા છે.

સાંસદ દુષ્યંતસિંહ પણ સંસદની કાર્યવાહીમાં જોડાયા હતા. જેથી કરીને ઘણા સાંસદોના જીવ તાળવે ચોટી ગયા છે. સાંસદ અનુપ્રિયા પટેલે પોતાને સેલ્ફ આઈસોલેશનમાં રાખવાનો નિર્ણય કર્યો. તેમણે આ માહિતી ટવિટ કરી હતી.

તેમણે કહ્યું કે હું ગુરુવારે એક કાર્યક્રમમાં હાજર રહી હતી. એ કાર્યક્રમમાં સહયોગી સાંસદ દુષ્યંત સિંહ પણ હાજર હતા. સાવચેતી રૂપે હું સેલ્ફ આઈસોલેશનમાં જાઉં છું. હું સરકાર દ્વારા જરૂરી માર્ગદર્શિકાનું પાલન કરીશ.

હકીકતમાં બુધવારે સાંસદ કનિમોઝીના ઘરે એક કાર્યક્રમ હતો, જેમાં અનુપ્રિયા પટેલ, દુષ્યંત સિંહ, નિશીકાંત દુબે, અનુરાગ ઠાકુર પણ ગયા હતા. આ સિવાય તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના સાંસદ ડેરેક ઓ બ્રાયન પણ સેલ્ફ આઈસોલેશનમાં છે. ડેરેક ઓ બ્રાયન બે દિવસ પહેલા સ્થાયી સમિતિની બેઠકમાં દુષ્યંત સિંહની બાજુમાં બેઠા હતા.

આ સિવાય કોંગ્રેસના સાંસદ દિપેન્દ્ર હૂડા અને ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પણ સેલ્ફ આઈસોલેશનમાં જવાનો નિર્ણય લીધો હતો. દિપેન્દ્ર હૂડાએ દુષ્યંત સિંહ સાથે લંચ કર્યું હતું. જ્યારે વરૂણ ગાંધી ગુરુવારે દુષ્યંત સિંહ સાથે લોકસભામાં બેઠા હતા, ત્યારબાદ તેમણે સાવચેતીરૂપે સેલ્ફ આઈસોલેશનમાં જવાનું નક્કી કર્યું.

કનિકા કપૂર ડબલ મુશ્કેલીમાં છે. એક, કોરોના વાયરસએ તેમના પર હુમલો કર્યો છે, બીજી તરફ કોરોના સંબંધિત નિયમો તોડવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. કનિકા પર એરપોર્ટ સ્ટાફનાં મેળાપીપણામાં તબીબી પરીક્ષામાંથી છટકી જવાનો આરોપ મૂક્યો હતો. જ્યારે પ્રોટોકોલ મુજબ લંડનથી આવતા લોકોની તપાસ કરવામાં આવે છે. આરોપ છે કે આ પછી તે સતત લોકોને મળતી રહેતી હતી. લખનૌમાં રવિવારે પાર્ટીમાં જોડાઈ હતી. આ પાર્ટીમાં 100થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ સિવાય તે ફાઈવ સ્ટાર હોટલમાં પણ ગઈ હતી.