WhatsApp મેસેજ પણ હવે ગૂગલ પર સર્ચ કરી શકાશે, આવી રહ્યું આવું જબરદસ્ત ફિચર

આજના યુગમાં ભ્રામક માહિતી અને અફવાઓ દરેક માટે ચિંતાનું કારણ બની રહી છે. વોટ્સઅપ પર ફોરવર્ડ મેસેજ પણ અફવાઓનું કારણ બન્યા છે. વોટ્સઅપ સતત ફોર્વર્ડ થતા મેસેજ કન્ટ્કોલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. હવે ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન વ્હોટ્અપ એક સુવિધા પર કામ કરી રહી છે જે યુઝર્સને કોઈપણ મેસેજ પ્રાપ્ત થવાની સાથે સત્યતા ચકાસવા માટેનુ ક્ન્ટ્રોલ કરવાનું મેળવી શકશે.

વ્હોટ્સએપથી સંબંધિત અપડેટ્સ રાખવા માટેના ટવિટર હેન્ડલ WABetaInfo રિપોર્ટ મુજબ ફેસબુકના માલિકીના વ્હોટ્સએપ પ્લેટફોર્મ પર એક સુવિધાનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ સુવિધા દ્વારા યુઝર્સ ગૂગલ પર મેસેજીસ શોધી શકશે.

એવું કહેવામાં આવી રહ્યું છે કે આ સુવિધા વારંવાર ફોરવર્ડ કરનારા મેસેજ માટે ઉપલબ્ધ રહેશે. આવા મેસેજની સામે સ્ક્રીનશોટમાં દેખાય છે તેવું ગૂગલ સર્ચની સ્ક્રીન પર એક આઈકન દેખાશે. આ આઈકન પર ટેપ કરવાથી એક મેસેજ બોક્સ ખુલશે જેમાં લખાયું હશે કે  શું તમે આ મેસેજને વેબ પર સર્ચ કરવાની ઈચ્છા રાખો છો? આવું કરીને મેસેજને ગૂગલ પર અપલોડ કરવામાં આવશે.

રિપોર્ટ અનુસાર, વ્હોટસઅપનું આ નવું ફિચર વ્હોટ્સઅપ એન્ડ્રોઇડના નવીનતમ બીટા વર્ઝન 2.20.94 પર જોવા મળ્યું છે. આ પહેલીવાર નથી જ્યારે વ્હોટ્સઅપમાં આ પ્રકારનું ફિચર જોવા મળ્યું હોય. ગયા વર્ષે માર્ચમાં આવી સુવિધા વ્હોટ્સઅપ પર જોવા મળી હતી.