કમલનાથ સરકારનો ફેંસલો આવતીકાલે, પાંચ વાગ્યા સુધીમાં કરવો પડશે ફ્લોર ટેસ્ટ

શુક્રવારે એટલે કે આવતીકાલે મધ્ય પ્રદેશમાં કમલનાથના ભાગ્યનો નિર્ણય લેવામાં આવશે. ગુરુવારે સુપ્રીમ કોર્ટે તમામ પક્ષકારોની સુનાવણી કરી હતી. આ પછી કોર્ટે કહ્યું કે બે દિવસ સુધી ચાલેલી દલીલો સાંભળી. અમે સિંઘવી, મુકુલ અને તુષાર, એમ ચારેય વકીલોને સાંભળ્યા છે. તેમણે કહ્યું કે ફ્લોર ટેસ્ટ 20 માર્ચે કરવામાં આવશે.

આ ફ્લોર ટેસ્ટ માટે ઉભા થઈને મતદાન કરવાનું રહેશે અને તેની વીડિયોગ્રાફી પણ કરવામાં આવશે. ફ્લોર ટેસ્ટ માટે અંતિમ મુદ્દત આવતીકાલે પાંચ વાગ્યા સુધી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો 16 ધારાસભ્યો ફ્લોર ટેસ્ટમાં હાજર થવા માંગતા હોય તો કર્ણાટકના ડીજીપી અને મધ્યપ્રદેશના ડીજીપી સુરક્ષા પૂરી પાડશે.

ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં મધ્યપ્રદેશ કેસ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અભિષેક મનુ સિંઘવીએ સ્પીકર વતી દલીલો કરી હતી. સિંઘવીએ કોર્ટમાં દલીલ કરી હતી કે ભાજપ દ્વારા માત્ર ફ્લોર ટેસ્ટ-ફ્લોર ટેસ્ટ જ કરી રહ્યું છે.સ્પીકરના અધિકારક્ષેત્રમાં ભાજપ સીધો દખલ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે.