રાજ્યસભા ચૂંટણી: બાપૂ સક્રીય થતાં ભાજપમાં ભયનો માહોલ શા માટે સર્જાયો છે?

રાજ્યસભાની ચૂંટણીને લઈને અવનવા ખેલ ખેલાઈ રહ્યા છે અને હવે શંકરસિંહ વાઘેલા સક્રિય થતાં ભાજપના ત્રીજા ઉમેદવારના પરાજયનો ભય ઉભો થયો હોવાની અટકળો થઈ રહી છે.

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી માટે ર૬મી માર્ચે મતદાન થવાનું હોઈ કોંગ્રેસ તેના ધારાસભ્યોને રાજસ્થાનમાં લઈ ગઈ છે. સી.કે. રાઉલજીએ પણ ગોળગોળ વાતો કરી છે, અને હવે શંકરસિંહ વાઘેલા સક્રિય થઈ જતાં ભાજપના ત્રીજા ઉમેદવાર નરહરિ અમીનના પરાજયનો ભય ઉભો થયો હોવાની ચર્ચા થઈ રહી છે.

રાજકીય સુત્રોના જણાવ્યા મુજબ શંકરસિંહ વાઘેલા ભાજપના ત્રીજા ઉમેદવારને હરાવવા મેદાને પડયા છે. અત્યારે ભાજપમાં રહેલા મૂળ શંકરસિંહ જૂથના ધારાસભ્યો હવે ક્રોસવોટીંગ કરી શકે છે. તેવી અટકળો થઈ રહી છે. આ કારણે ભાજપમાં આંતરિક તૂટકૂટની શક્યતાઓ પણ જોવાઈ રહી છે. અત્યારે જે ધારાસભ્યો ભાજપમાં અવગણનાનો ભોગ બનેલા ધારાસભ્યોને ક્રોસ વોટીંગ કરાવવા પણ શંકરસિંહ પ્રયાસો કરશે તેવી ચર્ચા વચ્ચે એવો કટાક્ષ થઈ રહ્યો છે કે શંકરના ત્રિનેત્રથી ભાજપમાં ભય ફેલાયો છે.