કોરોનાને કારણે મુસાફરો ઘટતા રેલવેએ કેન્સલ કરી 168 ટ્રેન, 31મી સુધી નહીં દોડે

ભારતમાં કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે અને લોકોએ મુસાફરી ઓછી કરી નાંખી છે ત્યારે રેલવે દ્વારા પણ ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી છે અને કેન્સલ કરાયેલી આ ટ્રેન 31મી સુધી દોડવાની નથી. સરકાર તરફથી તમામ સ્કૂલ્સ, મોલ, નાઈટક્લબ, મલ્ટીપ્લેક્સ વગેરે બંધ કરાવાઈ રહ્યા છે. એમ પણ કહેવાઈ રહ્યું છે કે જરૂરી ન હોય તો ટ્રાવેલ ન કરશો. સાથે જ તમામ ટ્રેનો પણ કેન્સલ કરવામાં આવી રહી છે. પ્લેટફોર્મ પર ભીડ ન થાય, આ માટે પ્લેટફોર્મ ટિકિટની કિંમત પણ 10 રૂપિયાથી વધારીને 50 રૂપિયા કરી દેવામાં આવી છે. જેથી ઓછામાં ઓછા લોકો પ્લેટફોર્મ પર જમા થાય.

આ વચ્ચે રેલવેએ 168 જેટલી ટ્રેનો કેન્સલ કરી દીધી છે. કોવિડ-19ના કારણે સરકાર તરફથી ટ્રાવેલ ન કરવાની સલાહ આપવામાં આવી છે, જેના કારણે ઘણા ઓછા લોકો ટ્રાવેલ કરી રહ્યા છે. એવામાં ટ્રેનોને કેન્સલ કરી દેવામાં આવી છે. આ ટ્રેનોને 20 માર્ચથી 31 માર્ચ સુધી કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નીચે કેન્સલ થયેલી ટ્રેનોનું આખુ લિસ્ટ અપાયું છે.

ઉલ્લેખનીય છે કે ભારતમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા 150ને પાર પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં દેશમાં 3 લોકોના મોત કોરોના વાયરસના કારણે થયા છે. જ્યારે દુનિયાભરમાં 8000થી વધારે લોકોના મોત થયા છે. ઈટાલીમાં એક જ દિવસમાં કોરોનાના કારણે 475 લોકો મૃત્યુ પામ્યા હતા. જોકે ગુજરાતમાં હજુ સુધી કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી.