કોવિડ-19ને કારણે મળેલી નવરાશને આ રીતે માણી રહ્યો છે પંડ્યા પરિવાર : જુઓ વીડિયો

કોરોના વાયરસના કારણે હાલમાં વિશ્વભરમાં તમામ રમત આયોજનો પર બ્રેક લાગી ગઇ છે અને ભારતમાં પણ બધી ક્રિકેટ ટૂર્નામેન્ટ રદ કરી દેવાઈ છે. એવામાં હંમેશા વ્યસ્તતાનું ગાણું ગાતા ભારતીય ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ભારતીય ટીમના ઓલરાઈન્ડર પંડ્યા ભાઈઓની જોડી પણ એવા જ ક્રિકેટર્સમાં સામેલ છે. હાલમાં કૃણાલ પંડ્યાની પત્ની પંખુડી શર્માએ પોતાના સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં આખો પંડ્યા પરિવાર એક સાથે નાચી રહ્યો છે. જુઓ પંખુડીએ ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલો વીડિયો

 

View this post on Instagram

 

Stay Home Stay Positive 🙏🏻 #theQlife

A post shared by PankhuriSharmaPandya (@pankhuriisharma) on

પંખુડીએ ઈન્સ્ટાગ્રામ પર વિડીયો શેર કર્યો છે જેમાં કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા તેની ગર્લફ્રેન્ડ નતાથા સ્ટાનકોવિચ દેખાઈ રહી છે. બધા આંખ પર ચશ્માવાળું ઈમોજી લગાવીને ડાંસ કરી રહ્યા છે. પંખુડીએ વિડીયો કેપ્શનમાં લખ્યું છે, સુરક્ષિત રહો, પોઝિટિવ રહો. એ ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યા ઈજાના કારણે 6 મહિના બાદ ટીમમાં કમબેક કરવાનો હતો. તે સાઉથ આફ્રિકા સામેની સીરિઝ માટે ટીમમાં સિલેક્ટ થયો હતો. પરંતુ ધર્મશાળામાં પહેલી મેચ વરસાદના કારણે રદ થઈ ગઈ. બાદમાં કોરોના વાયરસના કારણે બીસીસીઆઈએ સાઉથ આફ્રિકા સામેની સીરિઝ રદ કરી નાખી.