અંતરિક્ષમાંથી પૃથ્વી તરફ આવી રહ્યો છે મોટો ખતરો, નાસાના વૈજ્ઞિનકો આકળ-વિકળ

યુએસ સ્પેસ એજન્સી નાસાએ ખુલાસો કર્યો છે કે ખૂબ મોટું એસ્ટરોઇડ ઝડપથી પૃથ્વીની નજીક આવી રહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એસ્ટરોઇડ પૃથ્વીના સૌથી ઉંચા પર્વત માઉન્ટ એવરેસ્ટ કરતા અનેકગણું મોટું છે.

આ એસ્ટરોઇડની ગતિ 31,319 કિમી પ્રતિ કલાક છે. એટલે કે લગભગ 8.72 કિલોમીટર પ્રતિ સેકંડ. જો તે પૃથ્વીના કોઈ ભાગ સાથે અથડાશે તો સુનામી લાવી શકે છે. અથવા તે ઘણા દેશોને બરબાદ કરી શકે છે.

જો કે નાસા કહે છે કે આ ગ્રહથી ગભરાવાની જરૂર નથી કારણ કે તે પૃથ્વીથી આશરે 64 લાખ કિમી દૂર જશે. અવકાશ વિજ્ઞાનમાં આ અંતરને લાંબુ અંતર માનવામાં આવતું નથી, પરંતુ તે ખૂબ ટૂંકું પણ નથી. કેટલાક વૈજ્ઞાનિકોને એવી પણ આશંકા છે કે તે પૃથ્વી પર ત્રાટકશે.

આ એસ્ટરોઇડનું નામ 52768 (1998 OR 2) રાખવામાં આવ્યું છે. આ ઉલ્કાપિંડને 1998માં નાસા દ્વારા સૌ પ્રથમ જોવામાં આવ્યું હતું. તેનો વ્યાસ લગભગ 4 કિલોમીટર છે.

આ એસ્ટોરોઈડ 29 એપ્રિલના રોજ પૃથ્વી નજીકથી પસાર થશે તેવો અંદાજ છે. આ સંદર્ભે ખગોળશાસ્ત્રી ડો સ્ટીવન પ્રોવોએ જણાવ્યું હતું કે એસ્ટોરોઈડને સૂર્યનો એક ચક્કર કાપવામાં 1,340 દિવસ એટલે કે 3.7 વર્ષ લાગે છે.

ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા મુજબ, દર 100 વર્ષે પૃથ્વી પર ત્રાટકેલા આવા એસ્ટોરોઈડની પૃથ્વી સાથે અથડાવાની 50,000 શક્યતાઓ હોય છે. પરંતુ, કોઈને કોઈક રીતે પૃથ્વીની ધારથી દુર જ રહે છે અને પૃથ્વીના કિનારે આવીને પસાર થઈ જાય છે.

ઈન્ટરનેશનલ એસ્ટોનોમોર્સના ડો.બ્રુસ બેટ્સને આવા એસ્ટોરોઈડ અંગે જણાવ્યું કે આવા એસ્ટરોઇડ નાના હોય છે અને વાયુમંડળમાં પ્રવેશતાંની સાથે જ સળગી જાય છે. તેનાથી કોઈ મોટું નુકશાન થતું નથી.

2013માં લગભગ 20 મીટર લાંબી ઉલ્કાઓ પૃથવી સાથે અથડાઈ હતી એક 40 મીટર લાંબી ઉલ્કાઓ 1908માં સાઇબિરીયા વાતાવરણમાં આવીને સળગી ગઈ હતી.