જમતી વખતે બાળકનો મોબાઇલ આપનારા મા-બાપ ચેતી જાય, થઇ શકે છે આવું

જો તમે એવા માતા-પિતામાં આવો છો કે જેઓ એવું માનતા હોય કે ખાતી વખતે જો બાળકનું ધ્યાન મોબાઇલમાં પરોવાયેલું રહે તો તે વધારે ખાઇ લે છે તો અહીં તમારી સૌથી મોટી ભુલ થાય છે. હકીકતમાં ખાતી વખતે બાળકનો મોબાઇલ પર ગેમ રમવા્ દેવું કે કાર્ટુન જોવા દેવા એ સારી વાત નથી, કારણકે તેનાથી બાળખ અડધુ પડધુ જમે છે અને આ વાત અમે નથી કરતાં પણ એક રિસર્ચમા સામે આવી છે અને આ રીતે ખાવાથી તેના આરોગ્ય પર મોટી અસર પડે છે.

અભ્યાસમાં સામે આવ્યું છે કે બાળક ખાસ કરીને નાનું હોય ત્યારે તેમને સમય પર ખવડાવું અઘરૂં કામ છે. મોટાભાગના બાળકોને તો દાળ-ભાત કે શાક-રોટલી ભાવતા નથી. આવા સમયે મમ્મીઓ તેમને સ્ટોરી સંભળાવીને કે મોબાઈલ આપીને ધ્યાન દોરે છે અને બાળક પણ હાથમાં મોબાઈલ આવતા આનાકાની કર્યા વગર ખાઈ લે છે. જો તમારા બાળકને પણ જમતી વખતે મોબાઈલ પર ગેમ રમવાની આદત હોય તો તમારે સાવચેત થવાની જરૂર છે. શોધકર્તાઓનું માનવું છે કે જમતી વખતે વીડિયો ગેમ રમવાથી બાળકના હેલ્થ પર ખરાબ અસર પડે છે. જાણો, શું કહે છે રિસર્ચ..

જો તમે વિચારી રહ્યા છો કે, રમવામાં બાળકનું ધ્યાન દોરવાથી તેઓ વધારે જમશે, તો તમે ભૂલ કરી રહ્યા છો. જમતી વખતે ગેમ રમવાથી તેની હેલ્થ પર નકારાત્મક અસર પડે છે. બાળક રમવામાં વ્યસ્ત થઈ જાય છે અને તેની ભોજન કરવાની ક્ષમતા પ્રભાવિત થાય છે. જયારે 119 યુવકોએ 15 મિનિટ સુધી કોમ્પ્યુટર પર ગેમ રમતા-રમતા ભોજન કર્યું તો તેઓ અન્યની સરખામણીમાં ઓછું જમ્યા. આ સ્ટડી જરનલ ઓફ ન્યૂટ્રિશનમાં પ્રકાશિત થઈ, જેમાં ભાગ લેનારાઓનું બે અલગ-અલગ સમય પર મૂલ્યાંકન કરવામાં આવ્યું. પહેલા દિવસે તેઓ ગેમ રમતાં-રમતાં જમ્યા જ્યારે બીજા દિવસે માત્ર ભોજન પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું

આ રિસર્ચ રેપિડ વિઝ્યુઅલ ઈન્ફર્મેશન પ્રોસેસિંગ નામની ગેમ પર કરવામાં આવ્યું, જે યૂઝર્સની મેમરી અને કોન્સન્ટ્રેશનનો ટેસ્ટ કરે છે. આ સાથે અલ્ઝાઈમર અને અટેન્શન ડેફિસિટ ડિસઓર્ડર જેવી સમસ્યાઓનું પરીક્ષણ કરે છે. શોધકર્તાઓનું કહેવું છે કે જમતી વખતે કોઈ પણ પ્રકારની ગેમ રમવાથી ધ્યાન ભટકે છે અને જમવાનું પ્રમાણ ઓછું થઈ જાય છે.રિસર્ચમાં તેમ પણ સામે આવ્યું છે કે કોમ્પ્યુટર પર ગેમ રમવા સિવાય ટીવી જોતી વખતે, ચેટિંગ કરતી વખતે તેમજ ઈ-મેલનો જવાબ આપતી વખતે વ્યક્તિ ઓછી માત્રામાં જમે છે. જમવાના બદલે ટેકનોલોજી તરફ વધારે ધ્યાન રહેવાથી વ્યક્તિ શરીરની જરૂર મુજબ જમી શકતી નથી. તેનાથી તે સ્પષ્ટ થાય છે કે સ્વસ્થ રહેવા માટે બાળકોને જમતી વખતે વીડિયો ગેમ અથવા કંઈ પણ રમવા ન આપવું જોઈએ. ભોજન પર જ ધ્યાન આપવાથી બાળક રોગોથી દૂર રહેશે.