કરિશ્મા તન્નાની આ ફેશન જુઓ, તમને સમજાય તો અમને પણ સમજાવજો

ટીવી અને ફિલ્મ અભિનેત્રી કરિશ્મા તન્નાએ પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક એવો ફોટો શેર કર્યો છે કે જેમાં તેની ફેશન સ્ટાઇલને જોઇને તમે માથુ ખંજવાળતા થઇ જશો. આ ફોટોમાં તેણે બ્લેક ડ્રેસ પહેર્યો છે, જો કે તેને ડ્રેસ કહવો કે શું કહેવું તે અમને સમજાતુ નથી. તેના કપડાને ખરેખર શું કહેવાય તે સમજાતું નથી, જો તમને સમજાય તો અમને પણ એ સમજાવજો.

કરિશ્મા તન્ના બોલ્ડનેસ અને ફેશનના મામલે અન્ય ટીવી એકટ્રેસ કરતાં ઘણી આગળ રહે છે. તેની સ્ટાઇલ એવી ભારે હોય છે કે જેના કારણે તે માત્ર ટીવી અભિનત્રીઓ જ નહીં પણ ફિલ્મની હિરોઇનો પર પણ ભારે પડે છે. જો કે હાલમાં કરિશ્મા તન્નાએ ઇન્સ્ટાગ્રામ પર જે ફોટો શેર કર્યો છે તે જોઇને સમજાતું નથી કે આખરે તેણે શું પહેર્યું છે. તેણે બ્લેક ડ્રેસમાં કેટલાક ફોટાઓ શેર કર્યા છે.

કરિશ્માના આ ડ્રેસને કદાચ સ્ટાઇલિસ્ટે ફ્યુઝન કરવાનો વિચાર કર્યો હશે, જો કે ફ્યુઝનને બદલે જાણે કે તે ફ્લોપ ડ્રેસ બની ગયો હોય તેમ લાગે છે. આમ તો કરિશ્મા આ ડ્રેસમાં પણ હંમેશની જેમ ગ્લેમરસ જ લાગે છે, પણ જો તેના કપડા અંગે કંઇ કહેવું હોય તો તેને શું નામ આપવું તે સમજાતું નથી, કારણકે તેના માટે એ ડ્રેસને સમજવો જરૂરી છે.

તેણે પહેરેલા કપડાંમાં જો કંઇ સમજી શકાય તેવું હોય તો તે છે તેનું સ્લીવલેસ બ્લાઉઝ, જે સાટીનના મટીરિયલથી બનેલું છે. જો ડ્રેસના નીચેના ભાગે આવીએ તો એવું લાગે છે કે જાણે લાંબા દુપટ્ટાથી કરિશ્માના એક પગને કવર કરીને તેને સામેની તરફ લઇ જઇને મિની સ્કર્ટ અને તે પછી ખભા પર નાંખીને સાડીનો પાલવનો લુક આપવાનો પ્રયાસ કરાયો છે. જો કે આ ખરેખર શું છે તે સમજવા માટે તો તેની સ્ટાઇલિસ્ટને જ મળવું પડે,