સુરત : કોરોનોના શંકાસ્પદ લક્ષણો સાથે વધુ એક યુવાન સામે આવ્યો

સુરતમાં શંકાસ્પદ કોરોના વાયરસના લક્ષણ ધરાવતો દર્દી સામે આવ્યો છે. દર્દીને પ્રથમ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો છે.

કોરોના વાયરસ નહીં ફેલાય તેના માટે વહીવટીતંત્ર દ્વારા સતત સતર્કતા રાખવામાં આવી રહી છે અને સુરતમાં કોરોના વાયરસના દર્દીઓ માટે આઈસોલેશન વોર્ડ શરૂ કરાયો છે. આજે કોરોનાનાં શંકાસ્પદ લક્ષણો ધરાવતા યુવાનને આઈસોલેટ કરવામાં આવ્યો છે. આ યુવાન પોલેન્ડ અને સ્પેન ફરીને પરત આવ્યો છે.

યુવાનની ઉંમર 23 વર્ષની બતાવવામાં આવી છે. યુવાને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે. બ્લડ સેમ્પલ લઈને અમદાવાદ મોકલવામાં આવ્યા છે. ગઈકાલે લંડનથી આવેલી મહિલાનો રિપોર્ટ હજુ સુધી નવી સિવિલમાં આવ્યો નથી. સુરતમાં હાલ બે વ્યક્તિઓને આઇસોલેટ કરવામાં ંઆવી છે.