કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીની ડેડબોડીનો કેવી રીતે નિકાલ કરવો, આરોગ્ય વિભાગે જાહેર કરી ગાઈડલાઈન

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાના શંકાસ્પદ અથવા કન્ફર્મ થયેલા કેસની ડેડબોડીના નિકાલ માટે માર્ગદર્શિકા જારી કરી છે.

“COVID-19 ના ટ્રાન્સમિશનનું મુખ્ય ડ્રાઇવલ ટીપાં દ્વારા થાય છે. શરીરને સંભાળતી વખતે માનક સાવચેતીઓનું પાલન કરતા આરોગ્ય કર્મચારીઓ અથવા પરિવારના સભ્યો માટે મૃત શરીરમાંથી COVID ચેપ થવાનું જોખમ વધવાની સંભાવના નથી. કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીઓના ફેફસાંની ઓટોપ્સી લેતી વખતે જ સાવચેતી રાખવાની છે. સાવચેતી રાખવામાં આવશે તો ચેપ લાગશે નહીં.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોનાના મૃતદેહોનો નિકાલ કરતી વખતે આરોગ્ય સંભાળ રાખવા મેડીકલ સ્ટાફ દ્વારા અનુસરવામાં આવતી નક્કી કરાયેલી સાવચેતીઓ વિશે પણ સમજાવ્યું. તેમાં હાથની સ્વચ્છતા, વ્યક્તિગત રક્ષણાત્મક ઉપકરણોનો ઉપયોગ (દા.ત., વોટર રેઝિસ્ટન્ટ એપ્રોન, ગ્લોવ્સ, માસ્ક, આઇવેરવેર), શાર્પ્સનું સલામત હેન્ડલિંગ, બેગ હાઉસિંગ ડેડ બોડીને જંતુનાશિત કરવી; ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને ડિવાઇસીસ જે દર્દી પર ઉપયોગમાં લેવાય છે, સમગ્ર શરીરને જંતુનાશક કરવું અને વોર્ડ તથા પોસ્ટમોર્ટમ રૂમને સાફ કરી જંતુમુક્ત કરવા જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે તમામ સ્ટાફે ડેડબોડીને આઈસોલેશન વોર્ડમાં રાખવી, અલગ શબવાહિનનો ઉપયોગ કરવાનો રહે છે. સ્મશાનગૃહ કે કબ્રસ્તાનમાં કામ કરતા કર્મચારીઓને ચેપ નિવારણ નિયંત્રણ પદ્ધતિઓ માટે ટ્રેનીંગ પણ અલગથી આપવાની રહે છે.

કોરોનાગ્રસ્ત ડેડબોડીને સંભાળી રહેલા મોર્ટ્યુરી સ્ટાફએ નક્કી કરેલા નિયમોનું પાલન કરવાનું રહે છે અને તમામ સાવચેતી રાખવાની રહે છે. જોઈએ. ડેડબોડીને આશરે ચાર ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં ઠંડા ચેમ્બરમાં રાખવાની રહેશે.

આરોગ્ય મંત્રાલયે COVID-19 મૃતદેહોની ઓટોપ્સી ટાળવા કહ્યું હતું. જો વિશેષ કારણોસર ડેડબોડીની ઓટોપ્સી લેવાનું કે ડેડબોડીનું પરીક્ષણ કરવું હોય, તો તે ચેપ નિવારણ નિયંત્રણ પદ્ધતિઓનો અમલ કર્યા પછી થવું જોઈએ.

મંત્રાલયે કહ્યું કે મૃત શરીરને નવડાવવાની કે ચુંબન કરવા, આલિંગન કરવું વગેરે મંજૂરી ન આપવી જોઈએ. “અંતિમવિધિ કે દફન સ્ટાફ અને પરિવારના સભ્યોએ અંતિમ સંસ્કાર કે દફન કર્યા પછી હાથોને સ્વચ્છ કરવા જોઈએ એવું માર્ગદર્શિકામાં જણાવાયું છે.

મંત્રાલયે લોકોને સ્મશાન કે કબ્રસ્તાનમાં મોટી સંખ્યામાં હાજર રહેવાનું ટાળવા જણાવ્યું છે. દેશભરમાં મંગળવાર સુધીમાં કોરોનાના 126 લોકોનાં ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. જેમાં 22 વિદેશી છે. આ ચેપથી ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે અને અત્યાર સુધીમાં 33 લોકોને સાજા કરી રજા આપવામાં આવી છે.