ભરૂચના યુવાન પર દક્ષિણ આફ્રિકામાં ફાયરીંગ, પગમાં ઘૂસી ગઈ ગોળી, લૂંટનો પ્રયાસ નિષ્ફળ

ભરૂચ જિલ્લાના કાવી ગામના વતની સુહેલ રોજગાર અર્થે સાઉથ આફ્રિકાના વેન્ડા શહેરમાં છેલ્લા 8-10 વર્ષથી સ્થાયી થયો હતો. ગતરોજ વેન્ડાનાં સીબાશા વિસ્તારમાં બપોરે દુકાન બંધ કરી સ્ટાફ સાથે કારમાં ઝોહરની નમાજ પઢવા માટે સીબાશા મસ્જિદ તરફ જતા હતા.

આ સમય દરમિયાન સીબાશા મસ્જિદ પાસે ગીચ વસ્તીમાં આફ્રિકન નિગરો દ્વારા લૂંટના ઇરાદે હવામાં ફાયરિંગ કરતા કરતા સુહેલની કાર તરફ ધસી આવ્યા હતા અને કાર પર ફાયરિંગ કર્યું હતું, આ ફાયરિંગ દરમિયાન ગનમાંથી નીકળેલી ગોળી સુહેલના પેટના ભાગે ઘૂસી ઘઈ હતી.  પગના ઉપલા ભાગે જાંગમાં ગોળી ખુંપી ગઈ હતી તે ઈજા પામ્યો હતો.

લૂંટારાઓ લૂંટમાં નાકામ રહ્યા હતા પરંતુ ભરૂચના કાવી ગામનો વતની સુહેલ ફાયરિંગમાં ઇજગ્રસ્ત થયો હતો. સ્થાનિક યુવકો તાત્કાલિક સુહેલની કાર તરફ દોડી આવી એને પીટર્સબર્ગ ખાતેની હોસ્પિટલમા સારવાર અર્થે ખસેડાયો હતો. ઓપરેશન બાદ સુહેલની સ્થિતિ સારી હોવાનું આફ્રિકાથી જાણવા મળી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે કાવી ગામના વાતની સુહેલ પર સાઉથ આફ્રિકામાં બે મહિનાના સમયગાળામાં આ બીજીવાર લૂંટના ઇરાદે હુમલો થયો છે અને બંનેવાર આબાદ બચાવ થયો છે.