કોરોના ઈફેક્ટ: સુરતમાં શાકભાજી માર્કેટ બંધ થવાની અફવાને લઈ ભાવોમાં ભારે ઉછાળો, લોકો ખરીદી કરવા દોડ્યા

કોરોના વાયરસની ઈફેક્ટને લઈ સુરતમાં આની અસર દરેક જગ્યાએ જોવા મળી રહી છે. ગુજરાત સરકાર દ્વારા શાળા, કોલેજ, સ્વીમીંગ પુલ, મલ્ટીપ્લેક્સ થિયેટર સહિતના જાહેર સ્થળો બે અઠવાડિયા સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે શાકભાજી અને અન્ય બજારો પર આની ભારે અસર જોવા મળી રહી છે.

સુરતમાં શાકભાજી બજારો 10 દિવસ સુધી બંધ રહેશે તેવી અફવા ફેલાતા બજારોમાં શાકભાજી અને વસ્તુઓ ખરીદવા માટે લોકો દોડાદોડી કરી રહ્યા છે. લોકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. સાથો સાથ શાકભાજીના ભાવોમાં પણ ઉછાળો આવ્યો છે. કેટલાક લારીવાળાઓ પણ કહી રહ્યા છે કે આવનાર દસ દિવસ માટે શાકભાજી માર્કેટ ભરાશે નહીં કારણ કે માલનો ભરાવો કરવાનું જોખમ લેવા માટે કોઈ તૈયાર નથી.

ગુજરાત સરકાર દ્વારા શાકભાજી બજારોને લઈ કોઈ આદેશ કરાયો નથી પણ અફવા બજાર ગરમ છે અને સરકારે પણ લોકોને અફવાથી સાવધ રહેવા અપીલ કરી છે. “સમકાલીન” પણ લોકોને અપીલ કરી છે કે અફવા તરફ ધ્યાન આપવાની જરૂર નથી. ગુજરાત સરકાર અને સુરતનું વહીવટી તંત્ર સત્તાવાર રીતે કોઈ જાહેરાત નહીં કરે ત્યાં સુધી કોઈ પણ પ્રકારનો ગભરાટ રાખવાની જરૂર નથી.