ઇટલીએ રવિવારે બીજા વિશ્વયુદ્ધ કરતાં ભયાનક દિવસ જોયો : એક દિવસમાં 368ના મોત

કોરોના વાયરસને કારણે યુરોપના દેશો સૌથી વધુ પ્રભાવિત થયાં હોય તેવું લાગી રહ્યું છે. આવું એટલા માટે કહેવું પડે છે કે ઇટલીમાં આ રોગના કારણે 1800થી વધુના મોત થઇ ચુક્યા છે અને તેમાં પણ રવિવારે તો એક જ દિવસમાં ઇટલીમાં 368 લોકો મોતને ભેટ્યા હતા, તેની સાથે જ એક જ દિવસમાં સર્વાધિક મોતનો આ નવો રેકોર્ડ સર્જાયો છે. વળી મોતનો આ આંકડો કેટલો ભયાવહ છે કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પણ ઇટલીમાં એક દિવસમાં આટલા લોકોના મોત થયા નહોતા. બીજી વિશ્વયુદ્ધ દરમિયાન ઇટલીમાં એંક દિવસમાં 207 લોકોના મોત થયા હતા.

ચીનના વુહાનથી શરૂ થયેલો કોરોના વાઈરસ હવે વિશ્વના 148 દેશોમાં ફેલાઈ ગયો છે. ચીન બાદ કોરોનાનું એપી સેન્ટર હવે યુરોપ બની ગયુ છે. કોરોનાની સૌથી વઘુ અસર ઈટાલીમાં જોવા મળી રહી છે. ઈટલીમાં કોરોના વાઈરસના મૃત્યુઆંકે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક જ દિવસમાં આટલા લોકોના મોત થયા છે જેટલા બીજા વિશ્વ યુદ્ધમાં પણ નહોતા થયા. જણાવી દઈએ કે, ઈટાલીમાં એક જ દિવસમાં 368 લોકોના મોત થયા છે. તેની સાથે મૃત્યુઆંક હવે 1809 સુધી પહોંચી ગયો છે.

એક અંદાજ મુજબ બીજા વિશ્વયુદ્ધમાં એક જ દિવસમાં 207 લોકોના મોત થયા હતા. જ્યારે ઈટાલીમાં કોરોના વાઈરસે પહેલા 250 અને ગઈકાલે 368 લોકોનો ભોગ લીઘો છે. જોકે, લગભગ 6 વર્ષ સુધી ચાલેલા બીજા વિશ્વયુદ્ધ અને કોરોના વાઈરસની સરખામણી નથી થઈ શકતી. પરંતુ સરેરાશ મોતના આંકડા પર નજર કરીએ તો કોરોના વધુ ભયજનક બની રહ્યો છે. કોરોના વાઈરસે ઈટાલીમાં ભારે કહેર મચાવી રહ્યો છે. રવિવારે માત્ર 24 કલાકમાં 368 લોકોના મોત થયા છે. કોરોના વાઈરસથી એક જ દિવસમાં સૌથી વધુ મોત મામલે આ એક વર્લ્ડ રેકોર્ડ છે. આ પહેલા ઈટાલીમાં ગત રવિવારે 24 કલાકમાં 250 લોકોના મોત થયા હતા. એટલે કે ઈટાલી સૌથી વધુ મોત મામલે પોતાનો જ રેકોર્ડ તોડી રહ્યું છે.

બીજું વિશ્વયુદ્ધ 1 સપ્ટેમ્બર 1939ના રોજ શરૂ થયું હતું અને 2 સપ્ટેમ્બર 1945 સુઘી એટલે કે લગભગ 6 વર્ષ (2194 દિવસ) સુધી ચાલ્યુ હતું. આ દરમિયાન ઈટાલીમાં લગભગ 4,54,600 લોકોના મોત થયા હતા. એટલે કે એક દિવસમાં સરેરાશ 207 લોકોના મોત થયા હતા. અત્યાર સુધી વિશ્વભરમાં 1.69 લાખથી વધુ લોકો કોરોના વાઈરસથી સંક્રમિત થઈ ગયા છે. જ્યારે 6513 લોકોના મોત થયા છે. જેમાં ચીનમાં 3200થી વઘુ લોકોના મોત અને ઈટાલીમાં 1800થી વઘુ લોકોના મોતનો સમાવેશ થાય છે. ભારતમાં અત્યાર સુધી 112 લોકોના કેસ પોઝિટિવ આવ્યા છે તેમજ 2 લોકોના મોત થયા છે.