ગુજરાત રાજ્યસભાની ચૂંટણી: કાલે ફોર્મ ચકાસણી, કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ મંજુર થશે કે રદ્દ?

ગુજરાત રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસનું ઘર સળગી રહ્યું છે. ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસ ફિક્સમાં મૂકાઈ જવા પામી છે. આવતીકાલે ફોર્મ ચકાસણી છે ત્યારે ફરી એક વાર ફોર્મ મંજુર થવાને લઈ સસ્પેન્સ ઉભૂં થયેલું જોવા મળી રહ્યું છે.

ચાર ધારાસભ્યોના રાજીનામા આવતા કોંગ્રેસના નેતાઓ દોડતા થઈ ગયા છે. બીજી સીટ જીતવાનું લગભગ અશક્ય બની ગયું હોવાથી કોંગ્રેસના નેતાઓ એક ઉમેદવાર પાસે ફોર્મ પાછું ખેંચાવી લેવાની વિચારણા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં જો ભરતસિંહ સોલંકી ફોર્મ પાછું ખેંચે છે તો કોંગ્રેસ નવેસરથી મોટો ભડકો થવાની શક્યતા નકારી શકાતી નથી.

ફોર્મ ચકાસણી પર સમગ્ર રાજ્યની નજર મંડાઈ ગઈ છે. કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ મંજુર થાય છે તે રદ્દ થાય છે તેને લઈ અત્યારથી જ ગરમાગરમ ચર્ચા ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા ફોર્મની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવશે અને દરેક બાબતોને સંપૂર્ણપણે તપાસને જ ફોર્મ મંજુર કરવા અંગે નિર્ણય લેવામાં આવે તેવી માહિતી જાણવા મળી રહી છે.