ચાર ધારાસભ્યોના રાજીનામાની વાત ફગાવતી કોંગ્રેસ, મનીષ દોષી બોલ્યા” ધારાસભ્યો જનમતનું સન્માન કરે”

ગુજરાત કોંગ્રેસને આંચકો આપતી ઘટનામાં ચાર ધારાસભ્યોના રાજીનામાની ચર્ચા ચાલી રહી છે ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ આ અંગે ફોન પર “સમકાલીન” સાથે વાત કરી હતી. મનીષ દોષીએ ચારેય ધારાસભ્યોના રાજીનામની વાતને ફગાવી હતી.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોષીએ કહ્યું કે ધારાસભ્યોના રાજીનામા અંગે કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. વિધાનસભાની સ્પીકરનું કાર્યાલય ચાલુ નથી અને બંધ છે. ત્યારે રાજીનામાનો પ્રશ્ન ઉભો થતો નથી.

તેમણે કહ્યું કે ધારાસભ્યો કોંગ્રેસના નિશાન પર ચૂંટાયા છે. તેઓ કોંગ્રેસના છે અને તેમણે જનમતનું સન્માન કરવાનું રહે છે. હાલ જે અટકળો ચાલી રહી છે તે અંગે સત્તાવાર માહિતી નથી.