ગુજરાત રાજ્યસભા ચૂંટણી: ભરતસિંહ સોલંકી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચશે?

ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના ઉમેદવાર તરીકે ફોર્મ ભરનારા ભરતસિંહ સોલંકી માટે ધર્મસંક્ટ ત્યારે ઉભૂં કે જ્યારે કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દીધા હતા. કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ રાજીનામા આપી દેતા કોંગ્રેસ માટે બીજી સીટ જીતવી મુશ્કેલ બની ગઈ છે અને એવું મનાય છે કે બદલાયેલા સંજોગોમાં ભરતસિંહ સોલંકી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે રાજી થઈ ગયા છે. આ માહિતી કોંગ્રેસના વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળી રહી છે. જોકે, સત્તાવાર રીતે આની જાહેરાત કરવામાં આવી નથી.

એક પઢી એક કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપે તેવી નાલેશીમાંથી બચવા માટે કોંગ્રેસના નેતાઓ આજે અમદાવાદ ખાતે પહોંચ્યા હતા અને નવેસરથી વિચારણા કરવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, અર્જુન મોઢવડિયા સહિતના નેતાઓએ અમદાવાદ ખાતે મીટીંગ કરી હતી.

ત્યાર બાગ ભરતસિંહના નિવાસે પણ ઘારાસભ્યોના રાજીનામાને લઈ મીટીંગ યોજવામાં આવી હતી અને આ મીટીંગમાં ભરતસિંહ સોલંકી ઉમેદવારી ફોર્મ પાછું ખેંચવા માટે તૈયાર થયા હોવાનું કોંગ્રેસના વર્તુળો જણાવી રહ્યા છે. જો ભરતસિંહ ફોર્મ ખેંચવા રાજી થયા હોય તો શક્તિસિંહ ગોહીલ કોંગ્રેસના એક માત્ર ઉમેદવાર તરીકે ચાલુ રહેશે અને કોંગ્રેસની બે સીટ હાંસલ કરવાની મુરાદ પર પાણી ફરી વળશે એ નિશ્ચિત છે.