ચીકન લઈ લો ભાઈ, ચીકન લઈ લો: ભરૂચના ગામોમાં શાકભાજીની જેમ ચીકન વેચાવા લાગ્યું

કોરોના વાયરસના દરથી હવે મરઘી શાકભાજીની જેમ વેચાવવાની શરૂ થઈ છે. ભરૂચમાં ચીકનના વેપારીઓ ગલી-મહોલ્લાઓમાં ઘરે ઘર જઈને મરઘી વેચવા માટે મજબૂર બની ગયા છે. એક તરફ સરકાર કોરોનો વાયરસને અટકાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે બીજી તરફ અંકલેશ્વરની અંદર ઘરે ઘર જઈને ચીકનના વેપારીઓ 50 થી 60 રૂપિયાના ભાવે મરઘીઓ વેચી રહ્યા છે.

સસ્તા ભાવની મરઘી ખરીદવા માટે લોકો પણ ખુબ મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યા છે. મળતી માહિતી અનુસાર ચીનના ચીકન માર્કેટમાંથી જ આરોપ લાગ્યો હતો કે કોરોના વાયરસ મરઘામાંથી ફાટ્યું છે ત્યારે હવે આરોગ્ય ખાતા દ્વારા આવા વેપારીઓને અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

ટેમ્પોમાં મરઘા ઠાલવીને ગામે ગામ ચીકન વેચવામાં આવી રહ્યું છે. કંપનીનો માલ છે અને તાજા મરઘા લઈ લો, જેવી બૂમો પાડીને મરઘા વેચવામાં આવી રહ્યા છે.