ગાયના વાછરડા પર બળાત્કાર કરતા હૈદરાબાદનો 30 વર્ષનો યુવાન ઝડપાયો

હૈદરાબાદમાં એક અજબ પ્રકારનો બળાત્કારનો કેસ નોંધાયો છે. અહીં એક 30 વર્ષનો યુવાન ગાયના વાછરડા સાથે સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય કરતા ઝડપાયો છે. હૈદરાબાદના નારાયણગુડા પોલીસ દ્વારા હૈદરગુડાના અવન્તીનગરમાં ગુરુવારે તબેલામાં રહેલા 9 મહિનાના વાછરડા પર બળાત્કાર ગુજારવાના ગુનામાં યુવાનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરુ કરી દેવામાં આવી છે. આ ઘટના બુધવારે રાત્રે બની હતી, જોકે, પોલીસ ફરિયાદ નોંધાયા બાદ તે ગુરુવારે પ્રકાશમાં આવી હતી. આ ગુનામાં પોલીસે મહેશ નામના શખ્સની ધરપકડ કરી લીધી છે.

આ ઘટનાના સાક્ષીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, જ્યારે મે મહેશને ગુનો આચરતા જોયો કે તરત જ મેં પોલીસને આ અંગે જાણ કરી. આ સાથે મેં પીપલ ફોર એનીમલ (AFA) અને ગ્રેટર હૈદરાબાદ સોસાયટી ફોર ધ પ્રીવેન્શન ઓફ ક્રુઆલિટી ટુ એનીમલ (GHSPCA)ને પણ જાણ કરી હતી. તબેલામાં આવી ઘટના પહેલા પણ બની ચૂકી છે. અમે તબેલાના માલિકનો સંપર્ક કરવાની કોશિશ કરી હતી પણ સંપર્ક થઈ શક્યો નહોતો. એવું નથી કે તબેલામાં આ પ્રકારની ઘટના પહેલીવાર બની છે. આવું છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું હોવાનું તેણે જણાવ્યું હતું.

નારાયણગુડા પોલીસે આરોપી મહેશ સામે IPCની કમલ 377 (સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય) હેઠળ ગુનો નોંધીને વાછરડાને વેટર્નિટી હોસ્પિટલમાં તપાસ માટે મોકલ્યું છે. આરોપીને પણ પોટેન્સી ટેસ્ટ માટે હોસ્પિટલમાં લઈ જવાયો છે. આ ઘટના અંગે PSIએ જણાવ્યું કે, “અમે આ કેસમાં તપાસ શરુ કરી દીધી છે અમે તબેલાના માલિકનો પણ સંપર્ક કરવાની કોશિશ કરાઈ રહી છે. હોસ્પિટલમાંથી રિપોર્ટ આવ્યા પછી આરોપીને કોર્ટમાં રજૂ કરીને કસ્ટડીની માગણી કરીશું.”