200 દિવસ બાદ ફારુક અબ્દુલ્લાની નજરકેદ સમાપ્ત, પણ રહેશે ઘરમાં જ કેદ

જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાની અટકાયત સમાપ્ત થઈ ગઈ છે. રાજ્ય સરકારે શુક્રવારે અટકાયત સમાપ્ત કરવાનો આદેશ જારી કર્યો છે. ઓગસ્ટમાં 37૦ની કલમને હટાવ્યા બાદથી જ ફારૂક અબ્દુલ્લાને હાઉસ અરેસ્ટ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ પછી, તેને 15 સપ્ટેમ્બરથી નજરકેદ રાખવામાં આવ્યા હતા. લગભગ 6 મહિના પછી સરકારે તેમની અટકાયત સમાપ્ત કરી છે. જોકે, તેઓ હજી પણ હાઉસ અરેસ્ટ છે.

ફારૂક અબ્દુલ્લાને પાંચમી ઓગસ્ટથી નજરકેદ રાખવામાં આવ્યા હતા, પરંતુ સરકારે ગયા વર્ષે 15 સપ્ટેમ્બરના રોજ તેમની સામે જાહેર સલામતી કાયદોનો કેસ દાખલ કર્યો હતો. આ પછી તેમને ત્રણ મહિના માટે નજરકેદ રાખવામાં આવ્યા હતા. ત્રણ મહિનાની અવધિ 15 ડિસેમ્બરના રોજ સમાપ્ત થવાની હતી, તેના બે દિવસ પહેલા એટલે કે 13 ડિસેમ્બરે તેમની અટકાયત ત્રણ મહિના માટે લંબાવી દેવામાં આવી હતી. હવે તેમની અટકાયત સમાપ્ત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ફારૂક અબ્દુલ્લા સિવાય તેમના પુત્ર અને પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, આઈએએસ અધિકારીથી રાજકારણી બનેલા શાહ ફૈસલ પર પીએસએ હેઠળ કેસ દાખલ કરાયો હતો. આ પછી તમામ નેતાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. હાલમાં ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી, શાહ ફૈસલ સહિત ઘણા નેતાઓ કસ્ટડીમાં છે.

ઘણા દિવસોથી ફારૂક અબ્દુલ્લા, ઓમર અબ્દુલ્લા, મહેબૂબા મુફ્તી સહિતના તમામ રાજકીય કેદીઓને મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. તેની મુક્તિ માટે સુપ્રીમ કોર્ટમાં અરજીઓ પણ કરવામાં આવી હતી. આ મામલો લોકસભા અને રાજ્યસભામાં પણ ઉભો થયો હતો. આના પર ગૃહ પ્રધાન અમિત શાહે લોકસભામાં કહ્યું હતું કે જ્યાં સુધી નેતાઓને જેલમાંથી મુક્ત કરવાની વાત છે ત્યાં સુધી હું કહેવા માંગુ છું કે અમે કોઈને એક દિવસ પણ જેલમાં રાખવા નથી માંગતા. જ્યારે જમ્મુ-કાશ્મીરનો વહીવટ નિર્ણય લેશે, ત્યારે તેઓને (નેતાઓને) મુક્ત કરવામાં આવશે.