કેલ્વીકુવા ગામે મારૂતિ કાર ખાડીમાં ઉતરી ગઈ પણ તમામનો ચમત્કારિક બચાવ

નેત્રંગ-ઝંખવાવ રોડ ઉપર આવેલા કેલ્વીકુવા ગામના પાટીયા પાસે ભાથીજીની ડેરી પાસેથી મારૂતિ ઝેન ગાડી નંબર GJ-05-AG-9851 પસાર થઇ રહી હતી,જે દરમ્યાન સામે છેડેથી પુરઝડપે અને ગફલતભરી રીતે આવતા વાહનથી બચવા જતાં મારૂતિ ઝેનના ચાલકે સ્ટેયરીંગ ઉપરનો કાબુ ગુમાવતા રોડના સમાંતર જ આવેલ ખાડી ઉતરી ગઇ હતી,અને કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા,જ્યારે વાહનચાલક અને અંદર બેસેલા લોકોનો આબાદ બચાવ થયો હતો.

બનાવની જાણ અન્ય વાહનચાલકો અનેે રાહદારીઓને થતાં ઘટનાસ્થળ ઉપર લોકટોળાં ઉમટી પડ્યા હતા,ભારે જહેમત ઉઠાવી કારને ખાડીમાંથી બહાર કાઢવામાં આવી હતી.