ગર્ભવતી હોવા છતાં એન્ટી-નક્સલ યુનિટમાં કમાન્ડો તરીકે તૈનાત રહી સુનયના પટેલ, ફિલ્મ પણ બની ચૂકી છે

મુશ્કેલીઓ માણસને ઘણું બધું શીખવે છે અને જે મુસીબતોનો સામનો કરીને બહાર નીકળે છે તેને યોદ્વા કહેવાય છે. આવી જ વાત છે છત્તીસગઢના એન્ટી નક્સલ યુનિટમાં ફરજ બજાવતી સુનયના પટેલની. 6 મહિનાના બાળને કૂખેને સુનયના પટેલ સતત ફરજ બજાવતી રહી.

વુમન કમાન્ડો સુનયના પટેલે નક્સલવાદથી ખતરનાક રીતે અસરગ્રસ્ત જંગલોમાં પેટ્રોલિંગ ચાલુ રાખ્યું હતું. તેના શરીર પર હથિયારોનો ખડકલો હતો અને તેમાં એકે-47નો પણ સમાવેશ થાય છે. આ સમય દરમિયાન સુનયના 6 મહિનાની ગર્ભવતી હતી.

સુનયના પટેલ છત્તીસગઢના નક્સલવાદથી સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં તૈનાત ચુનંદા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડ દંતેશ્વરી ફાઇટર્સમાં ફરજ બજાવે છે. આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે પટેલની વાર્તા ખૂબ પ્રેરણાદાયક બની છે. જ્યારે સુનિયના સિનિયર અધિકારીએ તેની ગર્ભાવસ્થાના તબક્કાને ધ્યાનમાં રાખીને આરામ કરવાનું કહ્યું ત્યારે સુનયાનાએ સરળતાથી ઈન્કાર કરી દીધો. સુનયના પટેલે એએનઆઈને કહ્યું કે જ્યારે હું યુનિટમાં જોડાઈ ત્યારે બે મહિનાની ગર્ભવતી હતી. મેં મારી બધી ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવી હતી. પરંતુ હવે મારા વરિષ્ઠ અધિકારીઓએ યોગ્ય આરામ કરવા જણાવ્યું છે.

સુનયાનાએ કહ્યું કે આજે પણ જો મને પૂછવામાં આવશે તો ફરજને હું પૂર્ણ નિષ્ઠાથી કરીશ. હવે સુનયના આઠ મહિનાની ગર્ભવતી છે અને તુલનાત્મક રીતે હળવા વાતાવરણમાં કામ કરી રહી છે. સુનયના પટેલે પોલીસ કમિશન દ્વારા તૈયાર કરાયેલી શોર્ટ ફિલ્મ ‘નવી સુબહ કા સૂરજ’માં પણ મુખ્ય ભૂમિકા નિભાવી છે.

જ્યારે અધિકારીઓને તેની ગર્ભાવસ્થા વિશે જાણ થઈ, ત્યારે તેમણે તરત જ સુનયાનાને ફીલ્ડ ઓપરેશનમાં મોકલવાનું બંધ કરી દીધું અને તેને યોગ્ય આરામ કરવાની સલાહ આપી. દંતેવાડાના એસપી અભિષેક પલ્લવે કહ્યું કે સુનયના ફરજ પર હતી ત્યારે એક વખત તેનું ગર્ભપાત થયું હતું, પણ હવે તેણે આ સ્થિતિમાં પણ ફરજ બજાવવા માટે આગ્રહ કરી રહી છે અને આરામ નહીં કરવાની અનિચ્છા વ્યક્ત કરી હતી. પરંતુ અમે તેના સ્વાસ્થ્યની ચિંતા કરતા હોવાથી અમે તેને પૂરતો આરામ લેવાનું કહ્યું છે.

યુનિટમાં આપેલા યોગદાન અંગે એસપીએ કહ્યું કે તેમણે કમાન્ડો બન્યા હોવાથી તેમણે ઘણી મહિલાઓને નક્સલ વિરોધી દળમાં જોડાવા માટે પ્રેરિત કર્યા છે.” ગયા વર્ષે મે મહિનામાં, મહિલા ડીઆરજીની એક ટીમ બનાવવામાં આવી હતી અને સુનયનાને એન્ટી નક્સલ યુનિટમાં સામેલ કરવામાં આવી હતી. દંતેવાડા એ રાજ્યનો એકમાત્ર જિલ્લો છે જ્યાં મહિલા ડીઆરજીની ટીમ સાથે છે. આ ટીમ માઓવાદી કેડર વિરુદ્ધ નિયમિત રીતે જંગલમાં પેટ્રોલિંગ કરે છે.