દેશમાં કોરોનાના કુલ 73 કેસ ; જાણો કયા રાજ્યમાં કેટલા?

 

ચીનના વુહાન પ્રાંતમાંથી વિશ્વ આખામાં ફેલાયેલા કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા દિવસે દિવસે વધતી જ જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) દ્વારા તેને એપેડેમિક જાહેર કરી દેવાયો છે. ત્યારે ભારતમાં પણ કોરોનાના દર્દીઓની સંખ્યામાં ધીમે ધીમે વધારો થઇ રહ્યો છે. ભારતમાં 1 માર્ચની સવારે 11 વાગ્યા સુધીમાં કુલ 73 દર્દી નોંધાયા હોવાના અહેવાલો પ્રાપ્ત થયાં છે અનેં આ તમામ અલગઅલગ રાજ્યોના દર્દીઓનો કુલ આંકડો છે.

12 તારીખે 11 વાગ્યા સુધીમાં જે આંકડા મળ્ચા છે તે અનુસાર દેશના કુલ 12 રાજ્યોમાં કોરોનાવાયરસના દર્દીઓ નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ કેસ કેરલમાંથી મળ્યા છે. કેરળમાં કુલ 17 લોકો કોરોનાવાયરસથી સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. તે પછી મહારાષ્ટ્રમાં કુલ 11 લોકોને તેનો ચેપ લાગ્યો છે. ઉત્તરપ્રદેશમાંથી કોરોનાવાયરસના કુલ 10 દર્દી મળી આવ્યા છે. જ્યારે દિલ્હીમાં કુલ 6 વ્યકિતિ કોરોનાથી અસરગ્રસ્ત હોવાનું જાહેર થયું છે.

આ સિવાય કર્ણાટકમાં 4, કેન્દ્રશાષિત લદાખમાં 3, રાજસ્થાન, તેલંગાણા, તમિલનાડુ, કાશ્મીર, પંજાબમાં 1-1 દર્દી જોવા મળ્યો છે. આ ઉપરાંત હરિણાયામાં જે 14 દર્દી મળ્યા છે તે તમામ વિદેશી છે. રાજસ્થાનમાં પણ 2 વિદેશી જ્યારે ઉત્તરપ્રદેશમાં 1 વિદેશી દર્દી નોંધાયો છે. દેશમાં 17 વિદેશી સહિત કુલ 73 દર્દી નોંધાયા છે.