કોરોના વાયરસ: હજારો મરઘીઓને જીવતી દાટી દેવાઈ

કોરોના વાયરસના કારણે ચીકનના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આના કારણે કર્ણાટકના બેલાગવી અ કાલાર જિલ્લાના મરઘાના ફાર્મ ધરાવતા ખેડુતોએ હજારો મરઘીઓને જીવતી દાટી દીધી છે.

સોમવારે પોલ્ટ્રી ફાર્મના માલિક નઝીર અહમદ મંકદરે ગોકકના નુલસોરમાં અંદાજે 6 હજાર મરઘીઓને જીવતી જમીનમાં દાટી દીધી. તેમણે કહ્યું કે કે મરઘીઓ 50થી 70 રૂપિયા કિલો વેચાઈ રહી છે પણ હવે આ ભાવમાં પણ ઘટાડો થઈ ગયો છે. હવે કેટલીક જગ્યાએ 10-20 રૂપિયા કિલો વેચવામાં આવી રહી છે.

નઝીરે મરઘાઓને જીવતા દાટવાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. અફવા ફેલાઈ રહી છે કે જીવતી દાટી દેવાયેલી મરઘીઓમાં કોરોના વાયરસ હતો.