ગુજરાતમાં એમપીવાળી થતાં રહી ગઈ, શક્તિસિંહની સાથે ભરતસિહને અપાઈ રાજ્યસભાની ટીકીટ

ગુજરાતમાં સિંધિયાવાળી થતાં રહી ગઈ છે. રાજ્યસભાની ટીકીટ માટે આજે દિવસભર ચાલેલા રાજકીય જંગમાં આખરે શક્તિસિંહની સાથે ભરતસિંહ સોલંકીને ટીકીટ આપવાની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ગુજરાતના પ્રભારી રાજીવ સાતવને મહારાષ્ટ્રમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવશે.

આજે સવારથી ગુજરાત કોંગ્રેસમાં રાજીવ શૂક્લા અને શક્તિસિંહન ટીકીટ ફાઈનલ થઈ હોવાની વાતો ખાસ્સી ચગી હતી. આ વાતોને લઈ ભરતસિંહ સોલંકીના ટેકેદાર ધારાસભ્યો ખાસ્સા ગિન્ન્યા હતા અને એવું અટકળો ચાલી હતી કે ભરતસિંહ ભાજપ સાથે મળીને રાજ્યસભામાં જવાની વેતરણ કરી રહ્યા છે પણ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાઈકમાન્ડને આ અંગે જાણ કરતાં શક્તિસિંહની સાથે હવે કોંગ્રેસના બીજા ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકી હશે એવું જાણવા મળી રહ્યું છે.