CAA હિંસામાં તોફાનીઓના પોસ્ટર: યોગી સરકારને ઝટકો આપતી સુપ્રીમ કોર્ટ

સિટિઝનશિપ એક્ટ (CAA) વિરુદ્ધ હિંસામાં સામેલ કથિત તોફાનીઓ વિરુદ્વ  પોસ્ટરો છાપવાના મામલે સુપ્રીમ કોર્ટે યોગી સરકારને તાત્કાલિક રાહત આપી નથી. કોર્ટે આ મામલાને ત્રણ સભ્યોની બેંચને સોંપ્યો છે. યોગી સરકારે તોફાનીઓના પોસ્ટર વિરુદ્વ હાઈકોર્ટનાં ચૂકાદ સામે સુપ્રીમ કોર્ટમાં ગઈ હતી. અદાલતની સુનાવણી દરમિયાન યોગી સરકારે પોતાની કાર્યવાહીનો બચાવ કર્યો અને દલીલ કરી હતી કે જાહેરમાં બંદુક દેખાડતા તોફાનીઓની ગોપનીયતાનો પ્રશ્ન અર્થહીન છે.

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કેજ્યારે પ્રદર્શનકારીઓ ખુલ્લામાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે છે, ત્યારે મીડિયાએ તેમના વીડિયો બનાવ્યા, બધાએ વીડિયો જોયા, તેથી તેઓ દાવો કરી શકતા નથી કે પોસ્ટર મૂકવાથી તેમના ગોપનીયતાના અધિકારનો ભંગ થાય છે.

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવતા કહ્યું હતું કે સરકારે કયા કાયદા હેઠળ રમખાણોના આરોપીઓનાં પોસ્ટર લગાવ્યા હતા.

જસ્ટીસ અનુરુદ્ધ બોઝે કહ્યું કે સરકાર કાયદાની બહાર કામ કરી શકશે નહીં. તુષાર મહેતા આ અંગે દલીલ કરી કે જ્યારે વિરોધીઓ ખુલ્લામાં જાહેર સંપત્તિને નુકસાન પહોંચાડે છે. સરકારે પોસ્ટરો મુકીને તેમના ગોપનીયતાના અધિકારનું ઉલ્લંઘન કર્યું નથી. ગોપનીયતાના ઘણા પરિમાણો છે. જો તમે રમખાણોમાં ખુલ્લેઆમ લૂંટ ચલાવતા હો અને બંદૂક ચલાવતા હો તો તમે ગોપનીયતાના અધિકારનો દાવો કરી શકતા નથી.

સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારના નિર્ણય પર સવાલ ઉઠાવ્યો અને કહ્યું કે સરકારે કયા કાયદા હેઠળ તોફાનીઓના પોસ્ટર લગાવ્યા હત? જસ્ટીસ અનુરુદ્ધ બોઝે કહ્યું કે સરકાર કાયદાની બહાર કામ કરી શકશે નહીં. વિરોધ કરનારા પ્રદર્શનકારીઓના પોસ્ટર લગાવવાની બાબત મહત્વપૂર્ણ છે.

કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને પૂછ્યું કે શું આવા પોસ્ટરો લગાવવાના અધિકારો છે? સીએએ વિરોધી પ્રદર્શનકારીઓના પોસ્ટરો પર  સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને કહ્યું કે હાલમાં કોઈ કાયદો નથી કે જે તમારી કાર્યવાહીને સમર્થન આપે. ન્યાયાધીશ લલિતે સરકારને પૂછ્યું કે શું પ્રદર્શનકારીઓની નુકશાનનું વળતર જમા કરાવવાની અંતિમ તારીખ પસાર થઈ ગઈ છે. દલીલોના અંતે કોર્ટે હાઈકોર્ટના ચૂકાદા પર સ્ટે આપવાનો ઈન્કાર કર્યો હતો.