70 દિવસમાં મુકેશ અંબાણીએ ગુમાવ્યા 1.11 લાખ કરોડ, રિલાયન્સના શેર 52 વીકના સૌથી નીચલા સ્તરે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ગુરુવારના વેપારમાં 9 ટકાનો ઘટાડો થયો હતો. શેરના ભાવો 52 અઠવાડિયાના સૌથી નીચા સ્તરે આવી પહોંચ્યા છે. બપોરે 12.32 વાગ્યે શેર 5.83 ટકા ઘટાડા સાથે 1,086 પર આવી પહોંચ્યો હતો. દિવસ દરમિયાન 52 સપ્તાહની નીચી સપાટીએ પહોંચી 1,049.50 રૂપિયા રહ્યો હતો.

કરન્ટ યરમાં આ સ્ક્રીપમાં 28 ટકાનો ઘટાડો થયો છે. જ્યારે આ જ સમયગાળામાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 15.2 અબજ (રૂ. 1.11 લાખ કરોડ) ગુમાવ્યા છે. શેરના ભાવોમાં ગાબડું પડવાના કારણે હવે મુકેશ અંબાણી એશિયાની સૌથી ધનિક વ્યક્તિ રહ્યા નથી. મુકેશ અંબાણીની જગ્યાએ અલીબાબાના સ્થાપક જેક મા એશિયાના સૌથી વધુ ધનિક વ્યક્તિ બની ગયા છે.

દરમિયાન ગ્લોબલ બ્રોકરેજ યુબીએસ સિક્યોરિટીઝે બુધવારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પર તેનું ‘બાય’ રેટિંગ જાળવી રાખ્યું છે અને સ્ટોક પર લક્ષ્યાંકની કિંમત વધારીને રૂ. 1,840 કરી દીધી છે, જે આગામી 12 મહિનામાં વર્તમાન સ્તરોની સરખામણીએ 60 ટકા છે.