ભાજપમાં એન્ટ્રી કર્યા બાદ સિંધીયા બોલ્યા” કમલનાથ સરકારમાં ભ્રષ્ટાચાર , PM મોદીની કરી પ્રશંસા

ભાજપમાં જોડાયા બાદ સિંધીયાએ કહ્યું કે મારા જીવનામાં બે તારીખનું મહત્વ છે. 30, સપ્ટેમ્બર-2001. આદિવસે મેં મારા પિતાજીને ગુમાવ્યા. બીજી તારીખ 10 માર્ચ-2020 એ મારા પિતાજીની 75મી વર્ષગાંઠ હતી અને તે આ દિવસે એક નવી દિશા માટે કામ કરવા નિર્ણય કર્યો છે. રાજનીતિ માત્ર જનસેવા કરવાનું લક્ષ્ય છે.

તેમણે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી માટે મન દુખી છે અને વ્યથિત પણ છે. જે સ્થિતિ ઉભી થઈ છે તે માટે કોંગ્રેસના સંગઠનનના માધ્યમથી થઈ શકી રહી નથી. પહેલા જેવી કોંગ્રેસ પાર્ટી રહી નથી.

વાસ્તવિક્તાથી ઈન્કાર કરવો અને વાસ્તવિક્તાથી દુર ભાગતા રહેવું એ સ્થિતિ છે. યોગ્ય નેતૃત્વને સ્થાન નહીં આપવું એ મોટી વિડંબણા ચે.

તેમણે કહ્યું કે આજે મધ્યપ્રદેશ માટે સપનું જોયું હતું. 2018માં સરકાર બની પણ 18 મહિનામાં સપનાઓ વિખેરાઈ ગયા છે. 10 દિવસમાં દેવું માફ કરી દઈશું. પાછલા પાકનું બોનસ મળી શક્યું નથી, સત્યાગાહનું આંદોલન થયું હતું તે ખેડુતો વિરુદ્વ કેસો થયા હતા, તેમના કેસો પાછા ખેંચાયા નથી.ચૂંટણી ઢંઢેેરામાં કહેવાયું હતું કે રોજગાર આપીશું. મધ્યપ્રદેશમાં ભ્રષ્ટાચાર વ્યાપી રહ્યું છે. રાષ્ટ્રીય સ્તરે અલગ અને રાજ્યમાં અલગ સ્થિતિ એટલે નિર્ણય લેવો પડ્યો છે કે ભારતને જો વિકાસના રસ્તે ચલાવવાનો હશે તો ભાજપ થકી જનસેવા રાષ્ટ્રસેવા માટે આગળ વધી શકીશું.

તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીને લોકોએ જનાદેશ આપ્યો છે. પીએમ મોદીની પ્રશંસા કરતા તેમણે કહ્યું કે ભારતનું ભવિષ્ય પીએમ મોદીના હાથમાં સુરક્ષિત છે.