જ્યોતિરાદિત્ય સિંધીયા અંગે રાહુલ બોલ્યા, “તેમના માટે મારા ઘરના દરવાજા હંમેશા ખૂલ્લા રહેતા હતા”

મધ્યપ્રદેશ સરકાર માટે મોટું સંકટ ઉભું કરનારા જ્યોતિરાદિત્ય સિંધીયા ભાજપમાં જોડાઈ ગયા છે. સિંધીયાના ભાજપ પ્રવેશ અંગે કોંગ્રેસના નેતા અને તેમના ખાસ મિત્ર અવા રાહુલ ગાંધીએ મીડિયા સમક્ષ વાત કરી હતી અને જણાવ્યું કે સિંધીયા એક માત્ર એવા નેતા હતા જેમના માટે મારા ઘરના દરવાજા હંમેશ માટે ખૂલ્લા રહેતા હતા. તેઓ ગમે ત્યારે મારા ધરે બેધડક આવતા હતા.

સિંધીયાને રાહુલ ગાંધીના અંગત મિત્ર તરીકે ગણવામાં આવે છે. રાહુલ ગાધી અને સિંધીયા એમ બન્ને રાજકીય મિત્ર કરતાં પણ વિશેષ રહ્યા હતા. હવે બન્ને નેતાઓ આમને સામને વિરોધી પાર્ટીઓમાં આવી ગયા છે. સિંધીયાના ભાજપ પ્રવેશ અંગે કોંગ્રેસ દ્વારા મધ્યપ્રદેશમાં વિરોધ શરૂ થયો છે. ગદ્દારોને ગોળી મારો જેવા ઉશ્કેરણજનક નારાઓ સાથે સિંધીયાના પોસ્ટરોની હોળી કરવામાં આવી રહી છે.