તાપી નદીના ઉકાઈ જળાશયમાં હોડી ઉંધી વળી, 13 લોકો ડૂબ્યા, બાળકનો મૃતદેહ મળ્યો, 6ની શોધખોળ

તાપી નદીના ઉકાઈ જળાશયમાં હોડી ઉંધી વળી જતા 13 લોકો ડૂબી ગયા હતા જેમાંથી એક બાળકનો મૃતદેહ મળ્યો છે અને પાંચ બચાવી લેવાયા છે. જયારે અન્ય છ લોકોની શોધખોળ હાથ ધરાઈ છે   તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે રહેતા 13 જેટલા સભ્યો તાપી નદીના ઉકાઈ જળાશયમાં ડૂબ્યા હતા જેમા 5 નો બચાવ થયો હતો જયારે 6 વ્યક્તિ ની શોધખોળ ચાલુ છે એકનો મૃતદેહ મળી આવ્યો છે.

આ પરિવાર ઉચ્છલ તાલુકાના ભીડખુંર્દ ગામે વણઝારી પોગારો વિસ્તારમાં હોળીમાં બેસીને પીકનીક કરવા ગયા હતા. ત્યાંથી પરત ફરતી વેળાએ ભારે પવનને કારણે હોળી પલ્ટી જતા બે નાની બાળકી તથા એક બાળક સહિત 13 સભ્યો ડૂબી ગરક થયા હતા જે પૈકી એક માસુમ બાળાનો મૃતદેહ મળી આવ્યો હતો

આ અંગે સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર ધુળેટીના પર્વે તાપી જિલ્લાના ઉચ્છલ તાલુકાના સુંદરપુર ગામે રહેતું પરિવાર તાપી નદીના ઉકાઈ જળાશય ખાતે ફરવા નીકળ્યું હતું. તે દરમિયાન આ પરિવારના 13 જેટલા સભ્યો ઉકાઈ જળાશયમાં ઉચ્છલ તાલુકાના ભીડખુંર્દ ગામે વણઝારી પોગારો વિસ્તારમાં હોળીમાં બેસી ને પીકનીક કરવા ગયા હતા . અને ત્યાંથી બપોર બાદ સાંજના સમયે પરત ફરી રહ્યા હતા . તે સમયે ભારે પવનને કારણે તેમની હોડી ઉંધી વળી ગઈ હતી.

ઉકાઈ જળાશયમાં હોળી પલ્ટી જતા બે નાની બાળકીઓ તથા એક બાળક સહિત પરિવારના સભ્યો પાણીમાં ડૂબી ગયા હતા ઘટનાની જાણ સ્થાનિક તરવૈયા, ફાયર વિભાગ તથા પોલીસને થતા તેમણે 5 વ્યક્તિઓને બચાવી લીધા હતા જ્યારે એક વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢયો હતો . જ્યારે અન્ય 6 વ્યક્તિઓની શોધખોળ  હાથધરી છે . ઘટનાની જાણ થતાં જ અધિક કલેકટર, ડી.વાય.એસ.પી સહિતના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા.