વડોદરા: બગલામુખીના પાખંડી પાસે ભાજપના પૂર્વ ધારાસભ્ય પણ જતા હતા, વીડિયો વાયરલ

બગલામુખીની વિધીના નામે લોકો સાથે લાખ્ખોની ઠગાઇ કરનાર પાંખડી પ્રશાંત ઉપાધ્યાયના દરબારમાં કરજણના ભાજપના માજી ધારાસભ્ય સતીષ પટેલ(નિશાળીયા) પણ જતા હતા. ઠગ પ્રશાંતની પાપલીલાનો પર્દાફાશ થયા બાદ માજી ધારાસભ્યનો પાંખડીના દરબારમાં હાજરી આપતો વીડિયો વાઈરલ થયો છે.

બગલામુખીની વિધીના નામે વેપારી સાથે રૂપિયા ૨૧.૮૪ લાખની છેતરપિંડી કરનાર પાંખડી પ્રશાંત ઉપાધ્યાય સામે ફરિયાદ નોંધાઇ હતી. જે ફરિયાદ બાદ પ્રશાંત સામે ફરિયાદો નોંધાઇ હતી. સાથે તેઓના દરબારમાં કોણ-કોણ જતા હતા. તેની વિગતો અને તેઓની હાજરીના વીડિયો અને ફોટો બહાર આવી રહ્યા છે. જેમાં કરજણના માજી ધારાસભ્ય સતિષ પટેલ (નિશાળીયા)ની હાજરીના ફોટા અને વીડિયો વાયરલ થયા છે.

ગત વિધાનસભાની ચૂંટણી દરમિયાન સતીષ પટેલ(નિશાળીયા) પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના આશ્રમમાં ગયો હતો. અને પોતાની જીત માટે તાંત્રિક વિધી કરાવી હતી. ઉલ્લેખનિય છે કે, પાંખડી પ્રશાંત ઉપાધ્યાયના દરબારમાં જનાર પીળા કલરના પોષાક પહેરીને જવાનું હોય છે. ત્યારે માજી ભાજપાના માજી ધારાસભ્ય સતીષ નિશાળીયા પણ પીળા વસ્ત્રો પહેરીને પાંખડી પ્રશાંત ઉપાધ્યાયના દરબારમાં જતા હતા.