14 વર્ષની નિત્યા દાલમીયા બની લેખિકા, લખી નાંખી પ્રથમ નવલકથા “સ્ટક અપ”, જાણો શું છે આ નોવેલમાં…

સુરતની દિકરી નિત્યા દાલમિયાની પ્રથમ નવલકથા ‘સ્ટક અપ’ મસૂરીના સુંદર પહાડો અને યાદોનું વર્ણન કરે છે કે જ્યાં તેમણે અભ્યાસ કર્યો છે. શાળામાં પોતાના સંઘર્ષ અને મિત્રો સાથે સાહસોથી પ્રેરિત સ્ટક અપ સિક્વલને એક હિસ્સો છે. આ પુસ્તકમાં પાત્રો શાળામાં તેમના મિત્રોથી પ્રેરિત છે. 14 વર્ષીય નિત્યાનું કહેવું છે કે નવલકથાને મસાલેદાર બનાવવા માટે મેં તેમાં થોડો રોમાંસ ઉમેર્યો છે. હકીકતમાં હું રોમાંસને એક શૈલી તરીકે હંમેશાથી પસંદ કરું છું. નિત્યાને હંમેશાથી ટૂંકી વાર્તાઓ અને નિબંધ લખવાનું પસંદ છે અને લેખક તરીકે કારકિર્દીનું નિર્માણ કરવા માગે છે.

મસૂરની વુડસ્ટોક સ્કૂલમાં ત્રણ વર્ષ અભ્યાસ કર્યાં બાદ તાજેતરમાં તે સુરત પરત ફરી છે અને માતા-પિતા સાથે રહે છે. આ પ્રસંગે નિત્યાએ જણાવ્યું હતું કે, હું મારા માતા-પિતાનો આભાર વ્યક્ત કરું છું કે જેમણે મને દરેક તબક્કે સહયોગ કર્યો છે અને મજબૂત બનીને પડકારજનક સમયમાં પણ આશા રાખીને સપના સાકાર કરવા પ્રયત્નશીલ રહેવાની પ્રેરણા આપી છે. મારા કામને નવા સ્તરે લઇ જવા બદલ હું અભિષેક જેમ્સ ચંદ્રનનો આભાર માનું છું કે જેમણે મારા જીવનના અદ્ભુત ચેપ્ટરનું એડિટિંગ કર્યું છે. મારા પ્રિય મિત્ર શેહર વિન્ડલાસનો હું વિશેષ આભાર માનું છું કે જેઓ દરેક સમયે મારી પડખે રહ્યાં છે અને તેમણે મને પ્રેરણા આપી છે. નવલકથા માટે મને પ્રોત્સાહન આપનારા રેયાંશ ગર્ગ, અનામિકા શેઠ, ગઝલ વાલ્વાણી, ઇશાન ચુગ, નક્ષત્ર બજાજ, ગુરસીમર સિંઘ કુમાર, અધિરાજ કપૂર, અંશ ગોરડિયા, યશ્વર્ય ગોયલ, નૂર ક્રોલાઇન જ્હોન, સુમૈરા ચોપરા, અમાન સિંઘ બબ્બર સહિતના તમામનો હું આભાર વ્યક્ત કરું છું. અંતે હું લીડસ્ટાર પબ્લિશિંગનો પણ આભાર માનું છું કે જેમણે મારું સપનું સાકાર કર્યું છે અને સંજી જ્ઞાનચંદાણી કે જેમણે મારા કામને એડિટ કર્યું છે અને તેને વધુ ઉત્તમ બનાવ્યું છે.

સ્ટક અપ રિયા વિશેનું પુસ્તક છે, જે મુખ્ય પાત્ર છે અને તે રયાંકને પ્રેમ કરે છે. તેઓ શાળામાં મળે છે અને ત્યારબાદ એકબીજાના પ્રેમમાં પડે છે. અન્ય કોઇ ટીનએજર્સની માફક તેઓ શું કરવા માગે છે તેનો આ બંન્નેને પણ કોઇ ખ્યાલ હોતો નથી. તેઓ પડકારોનો સામનો કરીને આખરે ડેટિંગ શરૂ કરે છે અને તેના પરિણામોની ચિંતા કરતાં નથી. અત્યંત વ્યસ્ત રહેતાં રયાંક રિયાને સમય આપી શકતો નથી અને તેના કારણે તેમના રિલેશનમાં વધુ સમસ્યાઓ સર્જાય છે. રિયા તેના બોયફ્રેન્ડ રયાંકનું ધ્યાન ખેંચવાનો પ્રાસ કરે છે. આ પુસ્તકમાં રિયા અને રયાંકના સંબંધો વિશે અન્ય પણ રસપ્રદ બાબતો સામેલ છે.