યસ બેંકના સ્થાપક રાણા કપૂરના ઘરે દરોડાઃ લૂક આઉટ નોટીસ ઈશ્યુ

કટોકટીનો સામનો કરી રહેલી ચર્ચાસ્પદ યસ બેંકના સ્થાપક રામા કપુરના આવાસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા વ્યાપક દરોડા પાડ્યા હોવાના હેવાલ મળ્યા છે. અલબત્ત ઇડી તરફથી દરોડાના સંબંધમાં કોઇ માહિતી આપવામાં આવી નથી.

સુત્રોના કહેવા મુજબ ઇડીએ રાણા કપુરના આવાસ પર દરોડા પાડ્યા બાદ યસ બેંક સાથે સંબંધિત દસ્તાવેજોમાં ચકાસણી કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે રાણા કપુરની સામે લુકઆઉટ નોટીસ જારી કરવામાં આવી છે. એટલે કે રાણા કપુરની તપાસ પૂર્ણ થયા બાદ સુધી દેશની બહાર જઇ શકશે નહીં.

રાણા કપુરની સામે આરોપ છે કે રાણા કપુરે આડેધડ તમામને લોન આપી હતી. આરોપ એવા પણ છે કે રાણા કપુરે લોન આપવા અને તેમની પાસેથી વસુલી માટે નિયમો પોતાની રીતે બનાવ્યા હતા. અંગત સંબંધોના આધાર પર લોન આપવામાં આવી હતી. 2017માં બેંકે 6355 કરોડ રૃપિયાની રકમને બેડ લોનમાં મુકી દીધી હતી. દરોડાની કાર્યવાહીના સમાચાર ફેલાતાની સાથે જ કોર્પોરેટ જગતમાં આની ચર્ચા છેડાઇ ગઇ હતી.