#SheInspiresUS: શૂટર દાદી, ડીઝલ ડ્રાઈવર મૂમતાઝ,ભવ્યા રાની જેવી અનેક મહિલાઓની પ્રેરણારૂપ સ્ટોરીનો ખડકલો

આવતીકાલે મહિલા દિવસ છે. આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે તેઓ તેમના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સને “મહિલાઓને સોંપશે. અકાઉન્ટ એવી મહિલાઓને સોંપશે જેમનું જીવન પ્રેરણારૂપ હોય. sheinspireusની પીએમ મોદીએ ઝૂંબેશ શરૂ કરી છે. પીએમ મોદીએ આજે આ ઝૂંબેશ લોન્ચ કરતાં જ ટવિટર પર અનેક મહિલાઓ વિશેની સ્ટોરી શેર કરવામાં આવી છે.

ગુરુવારથી #SheInspiresUS શરૂઆત થઈ ત્યારથી આ અભિયાનને ઘણો સપોર્ટ મળી રહ્યો છે. ગૃહ પ્રધાન અમિત શાહ, કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદ, અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલ જેવા રાજકીય નેતાઓ સહિત વિવિધ હસ્તીઓનાં સામાન્ય લોકોએ #SheInspiresUS હેશટેગ અંતર્ગત ટ્વિટ કર્યા છે.

નીતિકા કૌલની સ્ટોરી પણ ટવિટ કરવામાં આવી છે. નીતિકા કૌલ વિશે પિયુષ ગોયલે ટવિટ કર્યું છે.  આ ઉપરાંત યુપીની શૂટર દાદી વિશેની પ્રેરણારૂપ સ્ટોરી પોસ્ટ કરવામાં આવી છે. આ શૂટર દાદીનું નામ ચંદ્રુ તોમાર છે. તેઓ રાયફલ ચલાવવાની ટ્રેનીંગ આપે છે.

સ્વચ્છ ભારત મિશનમાં ભવ્યા રાનીની સ્ટોરી પણ પોસ્ટ કરાઈ છે. ભવ્યા રાનીએ તુમાકુરુરુ ગામને આખા દેશમાં રોશન કર્યું છે. ભવ્યા રાનીએ ગામને જાહેર શૌચ મૂક્ત બનાવ્યું છે. આજે તેમના કારણે 400 લોકોને ત્યાં શૌચાલય બની ગયા છે

ભાજપના અધ્યક્ષ જે.પી.નડ્ડાએ ટિ્‌વટ હેઠળ લખ્યું હતું કે, “આજની મહિલાઓ જે જીવન જીવી રહી છે, જે એક કુટુંબથી માંડીને વ્યવસાયથી લઈને સામાજિક ક્ષેત્ર સુધીના વિવિધ ડોમેન્સનું પાલન કરે છે અને ઘણું બધું. હેશટેગ્સ. રેલવે પ્રધાન ગોયલે કેરળના કન્નુર દક્ષિણ રેલ્વે સ્ટેશનના ટ્રેક્શન સબસ્ટેશનમાં કામ કરતી રેલ્વેમાં મહિલા સ્ટાફ વિશે વાત કરી હતી.

કાયદા પ્રધાન રવિશંકર પ્રસાદે કોમન સર્વિસીસમાં નીલોફર ખાન, વિલેજ લેવલ એન્ટરપ્રિન્યોર (VLE) ની વાર્તા શેર કરી અને લઘુમતીઓ વચ્ચે ડિજિટલ સાક્ષરતા પ્રદાન કરવા અને ગ્રામજનોને તાલીમ આપવાના ક્ષેત્રે તેમના કાર્યની પ્રશંસા કરી છે. રાજસ્થાનમાં લેક્ચરર તરીકે કામ કરનારા વી.એલ.ઇ. નિલોફર ખાન હવે સામાન્ય સેવા કેન્દ્રમાં VLE છે.

આર્મીએ પણ તેની મહિલા કર્મીઓની વાર્તાઓ શેર કરી હતી. કેપ્શનમાં રૂચિ શર્મા, પુનિતા અરોરા, મિંટી અગ્રવાલ અને ખુશ્બુ ગુપ્તા સહિત અંગેની વાતો જણાવવામાં આવી છે.

ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ ટવિટ કર્યું છે કે, ‘વિલ ઓફ સ્ટીલ: પહાડોની વાનગાર્ડ સ્ક્ન લ્ડર ખુશબૂ ગુપ્તા… સિયાચીનની ઉંચાઇએ ઉડાન ભરનારી પહેલી મહિલા હેલિકોપ્ટર પાઇલટ,’ ભારત સરકારના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ ટવિટ કર્યું છે.

બાલાકોટ એર સ્ટ્રાઈક દરમિયાન કમાન્ડર અભિમન્યુના આંખ અને કાન બનનારી એલઆરડી મિંટી અગ્રવાલ અંગે પણ ટવિટ કરી જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત સેન્ટ્રલ રેલ્વેએ એશિયાની પ્રથમ મહિલા ડીઝલ ડ્રાઇવર મુમતાઝ કાઝીની વાર્તા વિશે ટવિટ કર્યું છે, હવે તે મધ્ય રેલ્વેના મુંબઇ પરા વિભાગમાં મોટર વુમન તરીકે કામ કરે છે.