જેને વેચવાથી વિશ્વનો દરેક માનવી અબજોપતિ બને તેવી વસ્તુ નાસાને અવકાશમાં મળી

અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ અંતરિક્ષમાં એક એવું એસ્ટરોઇડ શોધી કાઢ્યું છે જે સંપૂર્ણ રીતે લોખંડથી બનેલું છે. તેમાં ઘણું આયર્ન છે અને  જો તેને પૃથ્વી પર લાવીને  તેમાં રહેલું આ લોખંડ વેચવામાં આવે તો પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિને આશરે એક અબજ પાઉન્ડ એટલે કે 9621 કરોડ રૂપિયા મળશે. નાસાએ આ ગ્રહને 16-સાઈકી(16 Psyche) નામ આપ્યું છે.

આ આખાય અસ્ટોરોઈડ પરનાં આયર્નનું કુલ મૂલ્ય લગભગ 8000 ક્વોડ્રિલિયન પાઉન્ડ છે. એટલે કે 8000ની પાછળ 15 ઝીરો હોવાનું અંકાય છે. બ્રિટીશ મેગેઝીન ધ ટાઇમ્સ અનુસાર 8000 ક્વોડ્રિલિયન પાઉન્ડ એટલે કે પૃથ્વી પરના દરેક વ્યક્તિને એક અબજ પાઉન્ડ એટલે કે 9621 કરોડ રૂપિયા મળશે.

આ કિંમત એસ્ટોરોઈડના નાના તારા પરનાં આયર્નની છે. નાસાએ આ ગ્રહ પરના લોખંડનું પરીક્ષણ કરવા માટે તેના સ્પેસક્રાફ્ટમાંથી એક મિશન શરૂ કરવા માટે સ્પેસ એક્સ ના માલિક એલોન મસ્કની મદદ માંગી છે. આ એસ્ટરોઇડનો વ્યાસ 226 કિમી છે. તે પાંચ વર્ષમાં આપણા સૂર્યની આસપાસ ફરે છે. તેનો એક દિવસ 4.196 કલાકનો છે.

આ એસ્ટોરોઈડનું વજન પૃથ્વીના ચંદ્રના વજનના લગભગ એક ટકા જેટલું છે. પરંતુ આ આખું અસ્ટોરોઈડ આયર્નનું છે. તે મંગળ અને ગુરુ વચ્ચે છે. નાસાનું કહેવું છે કે આ ગ્રહ ગ્રહને પૃથ્વીની નજીક લાવવાની કોઈ યોજના નથી. પરંતુ તેના પર પહોંચીને લોખંડની ચકાસણી કરવાની યોજના બનાવવામાં આવી રહી છે. જો સ્પેસ એક્સ તેના અંતરિક્ષયાનથી આ ગ્રહ પર રોબોટિક મિશન મોકલે છે, તો ત્યાં અભ્યાસ કરીને પરત ફરવામાં ઓછામાં ઓછા સાત વર્ષનો સમય લાગશે.