હાહાકાર: યુપીના સાહિબાબાદમાં પડ્યું ઉલ્કા પિંડ, ભર વરસાદમાં અગનગોળો ભભૂકી ઉઠ્યો

યુપીના ગાઝિયાબાદના સાહિબાબાદમાં,વરસાદની વચ્ચે ગુરુવારે રાત્રે લગભગ નવ વાગ્યે રેલ્વે ગોડાઉન પાસે લોકોએ અગનજ્વાળા જોઈ હતી. વરસાદની આ અગન જ્વાળા પર કોઈ અસર જોવા મળી ન હતી. ગભરાયેલા લોકોએ પોલીસ અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ટીમ ત્યાં પહોંચી ત્યારે આગ બળીને ખાખ થઈ ગઈ હતી. લોકો ઘટનાથી ડરી ગયા હતા. લોકો તેને ખગોળીય ઘટના ગણાવી રહ્યા છે. એવી આશંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે કે અહીં કેટલીક ઉલ્કા કે આકાશી કચરો આવી ગયો હશે અને ઘર્ષણને કારણે તે આગમાં ફેરવાઈ ગયો હશે.

ગુરુવારે સાંજથી ગાઝિયાબાદમાં અચાનક વરસાદ પડ્યો હતો. દરમિયાન અચાનક રાત્રે 10-10 મીનીટના અંતરે ત્રણ સ્થળોએ ઉલ્કાઓ પડવાના સમાચાર ફેલાયા હતા. આ સમાચારથી લોકો ગભરાઈ ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે અચાનક સાંજથી વરસાદની વચ્ચે અગનગોળો પડ્યો હતો. વરસાદમાં પણ આગ અટકવાનું નામ નથી લઈ રહી. લોકોએ આગને કાબૂમાં લેવાનો પ્રયાસ પણ કર્યો પણ નિષ્ફળ ગયા હતા.

આગને કારણે આ વિસ્તારમાં દુર સુધી આગની જ્વાળાઓ જોવા મળી હતી. થોડા સમય પછી એવી માહિતી મળી હતી કે 10-10 મીનીટના અંતરે આગની વધુ બે જગ્યાએ અગન ગોળા પડ્યા હતા. સાહિબાબાદના લોકો ત્રણ જગ્યાએ અગન ગોળા પડવાથી ડરી ગયા હતા. એડીએમ શૈલેન્દ્ર સિંહ કહ્યું કે અગન ગોળા અંગે માહિતી મળી છે, જેની તપાસ કરવામાં આવશે.