શ્રીનગરના મહારાજગંજ પોલીસ સ્ટેશન પર ગ્રેનેડ હુમલો, એકનું મોત

શ્રીનગરના મહારાજગંજ પોલીસ સ્ટેશન પર આજે સાંજે ગ્રેનેડ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે.

ગ્રેનેડ હુમલો થતાં મહારાજગંજ વિસ્તારમાં નાસભાગ મચી ગઈ હતી. આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા સાથે વિસ્તારને સુરક્ષા દળોએ પોતાના કબ્જામાં લઈ લીધો છે. સાથો સાથ લોકોને પણ હુમલાગ્રસ્ત વિસ્તારથી દુર રહેવાનું કહેવામાં આવી રહ્યું છે. પોલીસ સ્ટેશનમાં કેટલા લોકો હાજર હતા તે જાણી શકાયું નથી.

સુરક્ષા દળો દ્વારા તાત્કાલિક એક્શન લેવામાં આવી રહ્યું છે અને હુમલાખોરોને ઝેર કરવા માટે ઓપરેશન ચાલી રહ્યું હોવાનું ન્યૂઝ એજન્સીએ રિપોર્ટ આપ્યો છે.