યસ બેન્કમાં PM મોદીના ડ્રીમ પ્રોજેક્ટ રાજકોટ સ્માર્ટ સિટીના 164 કરોડ સલવાયા

રિઝર્વ બેન્ક દ્વારા યસ બેંકમાંથી 50 હજારથી વધુ ઉપાડ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તેના કારણે દેશભરમાં હંગામો મચી ગયો છે. સામાન્ય માણસોની સાથે રાજકોટ કોર્પોરેશનના 164 કરોડ રૂપિયા પણ આ નિયમના કારણે સલાવયા છે.

RMCના આસિસ્ટન્ટ કમિશનર સી.કે.નંદાણીના જણાવ્યા મુજબ, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ હેઠળ રાજ્ય નિગમોનું ખાતું યસ બેંકમાં ખોલવામાં આવ્યું હતું. જેમાં 164 કરોડની થાપણ હતી. પરંતુ આરબીઆઈએ કલામ -36 હેઠળ તમામ ખાતામાંથી 50 હજારથી વધુ ઉપાડ પર પ્રતિબંધ મૂક્યો છે. જેના કારણે હવે કોર્પોરેશન આરબીઆઈને આખી રકમ પરત આવા માટે પત્ર લખશે. અને સરકારની સૂચના મુજબ આ રકમ પરત ખેંચવામાં આવશે.

અત્રે નોંધનીય છે કે રાજકોટ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પીએમ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. હવે સ્માર્ટ સિટીના આટલા બધા રૂપિયા સલવાઈ જતાં રાજકોટ મ્યુનિસિલ કોર્પેોરેશન ભીંસમાં મૂકાઈ જવા પામી છે.