આવી રીતે 20 ક્લાક બાદ ગૂમ થયેલા બાળકનું માતા સાથે થયું મિલન, ભરૂચના નયનભાઈને સલામ

ભરૂચના ભીડ ભંજર વિસ્તાર માં રહેતા નયન ટેલરને ગઇ કાલે સાંજના સુમારે એમના વિસ્તારમાંથી આશરે ચારેક વર્ષીય બાળક મળી આવ્યો હતો. આ બાળક પોતાનું નામ કે એડ્રેશ બરાબર આપી શકે એવી હાલતમાં ન હતું.ત્યારે આજના કાળયુગમાં માનવતા મેહકાવતો કિસ્સો સામેઆવ્યો હતો.

નયન ભાઈ અને એમના મિત્રો દ્વારા આખી રાત ભરૂચ શહેરના અલગ અલગ વિસ્તારોમાં બાળકને લઈને ફર્યા એના માતા પિતાની શોધખોળ કરી હતી પણ કોઈ પણ જગ્યા પર કોઈ ભાળ આ છોકરાના માતા પિતાની મળી ન હતી. રાત્રીના 12 વાગ્યા સુધી બાળકને લઈને ફરી ફરીને થાકેલા નયન ભાઈ અને એમના મિત્રો કંટાળીને ભરૂચ સિવિલ હોસ્પિટલ આવ્યા હતા.

સિવિલ હોસ્પિટલ આવ્યા બાદ નયન ભાઈને મીડિયા કર્મી અવી સૈયદ મળ્યા હતા.અવી સૈયદ સાથે વિચાર વિમર્શ કરી નયન ભાઈ એ ફેંસલો લીધો હતો કે આ બાળકને પોતાના ઘરેજ લઈ જાય અને સવારે ભરૂચ પોલીસને સોંપવામાં આવે.

પણ કુદરત ને કંઈક અલગ જ મંજુર હોય એમ સવાર પડતાં જ નયનભાઈને ભરૂચ સિવિલથી ફોન આવ્યો કે આ બાળકની માતાને સિવિલ હોસ્પિટલ પર કોઈ ઇસમ સારવાર માટે લાવ્યા છે. આ ફોન આવતાં જ નયન ભાઈ તાત્કાલિક બાળકને લઈ સિવિલ હોસ્પિટલ આવી પહોંચ્યા હતા અને માતાને એમનો બાળક સોંપ્યો હતો.

બાળક માતા પાસે આવી જતા માતાની આંખો ભરાઈ આવી હતી અને માતા એ રડતી આંખોથી બાળકના માથા પર હાથ ફેરવીને નયન ભાઈનો આભાર માન્યો હતો.

આ કિસ્સામાં જોવા મળ્યું કે આજ ના આ કળયુગમાં પણ માનવતા મેહકાવતા વ્યક્તિઓ હોય છે જે આવા ગરીબ નિરાધાર લોકોને કોઈક ને કોઈક રીતે કામ લાગે છે.