વીડિયો: પાકિસ્તાનને જડબાતોડ જવાબ, ઈન્ડીયન આર્મીએ પાકિસ્તાનના અડ્ડાઓ ફૂંકી માર્યા

પાકિસ્તાન દર વખતે  યુદ્ધવિરામના નિયમોનું ઉલ્લંઘન કરતું રહ્યું છે. જોકે, ભારત પણ દર વખતે તેને વળતો જવાબ આપે છે. આટલુ બધું થવા છતાં પરિસ્થિતિમાં કોઈ ફેરફાર નથી. સોમવારે રાત્રે કાશ્મીરના કુપવાડાના તંગધાર સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફરીથી યુદ્ધવિરામનો ભંગ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને યોગ્ય જવાબ આપ્યો અને એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલથી પાકિસ્તાનના અડ્ડાઓ ઉડાડી દીધા હતા.

ANI એજન્સીએ આ હુમલાનો એક વીડિયો ટવિટ કર્યો છે. તેમાં જણાવાયું છે કે કુપવાડા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા હુમલા અંગે ભારતે કરારો જવાબ આપ્યો છે. ઈન્ડીયન આર્મીએ કુપવાડા સેક્ટર નજીક પીઓકેમાં પાકિસ્તાની સૈન્યના અડ્ડાઓનો નાશ કર્યો છે.

જૂઓ વીડિયો…