કોરોના વાયરસ : નોઇડાથી આવ્યા સારા સમાચાર, 6 શંકાસ્પદના રિપોર્ટ નેગેટિવ

નોઇડામાં કોરોના વાયરસના શંકાસ્પદ એવા ત્રણ બાળકો સહિતના કુલ 6 લોકોના બ્લડ સેમ્પલ લેવાયા હતા અને તેની તપાસ કરવામાં આવ્યા પછી સારા સમાચાર એ છે કે એ તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. બુધવારે તબીબી અધિકારીઓએ આ માહિતી આપી હતી. જો કે આ તમામ 6 વ્યક્તિને તેમના ઘરે અલગ રહેવા જણાવાયું છે.

તબીબી અધિકારીઓએ જણાવ્યું હતું કે જો તેમનામાં કોવિડ-19ના લક્ષણ નજરે પડશે તો તેમના સેમ્પલની ફરી તપાસ કરવામાં આવશે. નોઇડા આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર મંગળવારે જે લોકોના નમુના લેવાયા હતા. તેમાં એક દંપતિ અને તેમનો 12 વર્ષનો પુત્ર, એક અન્ય મહિલા અને બે બાળકોનો સમાવેશ થાય છે. આ તમામ દિલ્હીના કોરોના વાયરસથી પીડિત ઇસમના સંપર્કમાં આવ્યા હતા. દિલ્હીનો આ ઇસમ 25 ફેબ્રુઆરીએ ઇટલીથી પરત ફર્યો હતો અને તેણે હોટલમાં એક બર્થડે પાર્ટી આપી હતી, જેમાં ઘણાં લોકો તેના સંપર્કમાં આવ્યા હતા.