પંદર વર્ષ જૂની ગાડી, બાઈક અને રીક્ષા થઈ જશે ભંગાર, રૂપાણી સરકાર લાવી રહી છે નવી પોલિસી

ગુજરાતમાં વધતી જતી વાહનોની સંખ્યા અને વધતી જતી ટ્રાફિકની સમસ્યાને દૂર કરવા માટે રાજ્યમાં વાહનોની સંખ્યા પર કાબૂ મૂકવા ખાસ કંડમ પોલિસી લાવી રહી છે. જેમાં 18 વર્ષના બદલે 15 વર્ષ જુના વાહનો સ્ક્રેપ કરવાનો આદેશ કરવામાં આવશે. આ અંગે રાજ્યના વાહન વ્યવહાર વિભાગ દ્વારા પોલિસી માટેની પ્રક્રિયા શરૃ કરવામાં આવી છે.

ગુજરાતમાં વધતા જતા વાહનો અને ટ્રાફિકની સમસ્યાના ઉકેલની શોધ સરકાર દ્વારા ચાલી રહી છે.  જેમાં કંડમ પોલિસી અમલી બનાવાની ચર્ચા ચાલુ થઈ છે. જેમાં 15 વર્ષ જુના વાહનોને સ્ક્રેપ કરવામાં આવે અને તેની સામે સરકાર વળતર ચૂકવે, આની સાથે રિક્ષાની સંખ્યા પણ ફિક્સ કરવાની વિચારણા ચાલી રહી છે.

ગુજરાતમાં વાહનો માટેની સ્ક્રેપ પોલિસી અમલી બને તો દેશમાં પાંચમું રાજ્ય બનશે. આ અગાઉ આવી કંડમ પોલિસી દિલ્હી, આંધ્રપ્રદેશ, તામિલનાડુ અને પશ્ચિમ બંગાળમાં હાલ અમલી બનેલી છે.