યુનોનું અભૂતપૂર્વ પગલું, સુપ્રીમ કોર્ટમાં CAAને લઈ પીટીશન ફાઈલ કરી

અભૂતપૂર્વ પગલામાં યુનાઇટેડ નેશન્સ કમિશનર ફોર હ્યુમન રાઇટ્સએ(UNHRC) નાગરિકતા સુધારો કાયદા(CAA) મામલે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે.

યુનોનાં માનવ અધિકાર માટેના હાઈ કમિશનરે ગઈકાલે જિનીવામાં ભારતના કાયમી મિશનને માહિતી આપી હતી કે તેમની કચેરીએ CAA અંગે પીટીશન ફાઈલ કરી છે.

UNHRCના આ પગલા પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ‘સિટીઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ(CAA)એ ભારતનો આંતરિક મામલો છે અને કાયદાઓ બનાવવાનો ભારતીય સંસદનો સાર્વભૌમ અધિકાર છે. અમે ભારપૂર્વક માનીએ છીએ કે ભારતના સાર્વભૌમત્વને લગતા મુદ્દાઓ પર કોઈ પણ વિદેશીને હસ્તક્ષેપ કરવાની જરૂર નથી.

તેમણે કહ્યું કે ભારત એક લોકશાહી દેશ છે જે કાયદાના શાસનથી ચાલે છે. આપણે બધાને આપણી સ્વતંત્ર ન્યાયતંત્ર માટે સંપૂર્ણ આદર છે અને પૂર્ણ વિશ્વાસ છે. અમને વિશ્વાસ છે કે સુપ્રીમ કોર્ટ દ્વારા આપણી નક્કર અને કાયદાકીય રીતે ટકાઉ સ્થિતિને યોગ્ય ઠેરવવામાં આવશે. સુપ્રીમ કોર્ટ હાલમાં સુધારેલા નાગરિકત્વ અધિનિયમ સામે અરજીઓ પર સુનાવણી કરી રહી છે.