હોળી પર “મડ ફેસ્ટીવલ”: સુરતમાં થઈ રહી છે દેશના એક માત્ર મડ ફેસ્ટીવલની જબરદસ્ત તૈયારીઓ

રંગોની તહેવાર ધુળેટી પર કેમિકલ યુક્ત કલરોથી થતા નુકસાનને જાણીને અને કૃષ્ણ ભગવાનના ધુળેટી ઉજવણીના ઉદ્દેશ્ય ને સાર્થક કરવા ભારતમાં એક માત્ર સુરત શહેરમાં સતત પાંચમી વાર મડ ફેસ્ટ નું આયોજન કરાયું છે. ઈવેન્ટોલોજી દ્વારા આયોજિત ભારતના સૌથી પહેલા અને બિગ મડ ફેસ્ટમાં આ વખતે માત્ર સુરતીઓ જ નહી પણ ભારતભરમાંથી લોકો સામેલ થવાના છે, ત્યારે આ વખતનો મડ  ફેસ્ટ  સુરતીઓ માટે જ નહી પણ દરેક ભરતીઓ માટે પણ યાદગાર સંભારણું બની રહેશે.

ઈવેન્ટોલોજી દ્વારા ધુળેટીના અવસરે 10મી માર્ચના દિવસે યોજાનાર આ મડ ફેસ્ટ માટે આ વખતે વેસુ ડીઆરબી સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ પાસે વિશાળ મડ ફેસ્ટ ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવી રહ્યું છે.  સવારે 9 વાગ્યાથી મડ ફેસ્ટની શરૂઆત થશે.

રંગોના તહેવાર પર ‘મડ ફેસ્ટ’ના આયોજન અંગે અર્ણબ મોઈત્રાએ જણાવ્યું હતું કે કૃષ્ણ ભગવાન શ્યામ હતા જ્યારે રાધા ગોરી હતી. ત્યારે તેમને વિચાર્યું હતું કે એક દિવસ એવો હોવો જોઈએ જે દિવસે કોઈનો રંગ નહી ઓળખી શકાય એટલે કે રંગભેદ ને મટાડી શકાય તો આજે કેમિકલ યુક્ત કલર સ્વાથ્ય માટે નુકસાન દાયક હોય છે જયારે માટી એ પ્રાકૃતિક છે. એટલુંજ નહિ પણ પહેલાના જમાનામાં કેટલાક લોકો માટીથી શરીર સ્વચ્છ કરતા હતા. જયારે આજે પણ બ્યૂટી પ્રોડક્ટમાં સ્કિન માટે વિશિષ્ટ પ્રકારની માટીનો ઉપયોગ થાય છે. એટલું જ નહી પણ આપને માટી માં રમતા હતા તેવો તબક્કો પણ હતો, પરંતુ શહેરીકરણ ના લીધે આજે એ માટી સાથેનો નાતો તૂટી ગયો છે,   ત્યારે  ‘મડ ફેસ્ટ’ થકી લોકોને ફરીથી માટી સાથે જોડવાનો આ એક પ્રયાસ છે.