કોરોના વાયરસ: અગમચેતી રૂપે મોદી સરકારનો મોટો નિર્ણય, 26 દવાઓની નિકાસ પર પ્રતિબંધ

કોરોનાવાયરસના વધતા જતા પ્રકોપ વચ્ચે ભારત સરકારે સંખ્યાબંધ દવાઓની નિકાસ પર પ્રતિબંધ મૂકવા માટે જરૂરી પગલાં ભર્યાં છે. ઘણી આવશ્યક દવાઓનો સ્ટોક પૂરો થવાનો છે અને ચીનમાંથી દવાઓ બનાવવા માટે વપરાતા કાચા માલનો પુરવઠો ખોરવાયો છે. આને ધ્યાનમાં રાખીને સરકારે 26 દવાઓની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે, જેથી હાલમાં દેશમાં દવાઓની કોઈ અછત સર્જાય નહીં.

દવાઓની નિકાસ પરનો આ પ્રતિબંધ તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ફોરેન ટ્રેડ (DGFT) દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર પેરાસીટામોલ, ટિનીડેઝોલ, મેટ્રાનિડેક્ઝોલ, વિટામિન-બી1, બી12, હોર્મોન પ્રોજેસ્ટેરોન, ક્રોમોફેનિકોલ વગેરેના ફોર્મ્યુલેશનની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

જેનો સ્ટોક પુરો થઈ રહ્યો છે તેવી આવશ્યક દવાઓને સરકારે લિસ્ટ તૈયાર કર્યું છે. આમાં એમોક્સિસિલિન, મોક્સિફ્લોક્સાસીન, ડોક્સીસાયક્લીન અને ટીબી ડ્રગ રિફામ્પિસિન જેવા એન્ટિબાયોટિક્સનો સમાવેશ થાય છે. આ દવાઓ તૈયાર કરવા માટેનો કાચો માલ ચીનથી આવે છે. પરંતુ કોરોનાને કારણે સપ્લાય પર ખતરો છે. સરકારે 54 દવાઓની સમીક્ષા કરી હતી, તેમાંથી 32 ખૂબ જ મહત્વપૂર્ણ દવાઓ છે. તેમાંથી 15 નોન-ક્રિટિકલ કેટેગરીમાં આવે છે.

ICMR ને આવી દવાઓની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું હતું. ખાસ કરીને API(એક્ટિવ ફાર્મા ઈગ્રેડીયન્ટ) માટે ભારત સંપૂર્ણપણે ચીન પર નિર્ભર છે. પરંતુ ચિંતાની વાત એ છે કે સમીક્ષામાં સમાવિષ્ટ 32 દવાઓનો કોઈ વિકલ્પ નથી, જેનાથી મુશ્કેલી થવાની સંભાવના વધી ગઈ છે.

કોરોના વાયરસના ફાટી નીકળવાના કારણે ચીનમાં ઉત્પાદન અટવાઈ ગયું છે. કંપનીઓએ સાવચેતી રાખવી શરૂ કરી દીધી છે. મેનકાઈન્ડના સીએમડી આરસી જુનેજાએ જણાવ્યું કે એમોક્સિસિલિન એ એક મહત્વપૂર્ણ એપીઆઈ છે જે મોક્સિકિંડ-સીવી જેવા એન્ટિબાયોટિક્સના ઉત્પાદનમાં સામાન્ય રીતે વપરાય છે. ચીનમાં સ્થિતિ ખરબા થવાને કારણે દવાઓની અછત અંગે ચિંતા વચ્ચે વિક્રેતાઓને મોટા ઓર્ડર આપવામાં આવ્યા છે. જો આવી સ્થિતિઓ એપ્રિલના મધ્ય સુધી રહેશે, તો દવાઓની અછત રહેશે.

દવાઓની સપ્લાય અંગે ડોકટરોની ચિંતા પણ વધી છે. ટીબીની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવતી રીફામ્પિસિન એ એક આવશ્યક દવા છે, જેના માટે ચીનથી સામગ્રી આયાત કરવામાં આવે છે. ડોક્ટરો કહે છે કે આ દવાનો સ્ટોક ખતમ થવો ચિંતાનો વિષય છે. આવી સ્થિતિમાં નિકાસ પર પ્રતિબંધ એ સ્ટોકને સાચવી રાખવાનું મહત્વપૂર્ણ પગલું છે.