PM મોદીને મળ્યા બાદ દિલ્હી હિંસા અને કોરોનોને લઈ કેજરીવાલે જાણો શું કહ્યું?

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી હતી. ગત્ મહિને વિધાનસભા ચૂંટણીમાં જીત્યા અને સીએમ બન્યા પછી કેજરીવાલની આ વડાપ્રધાન સાથે ૫હેલી મુલાકાત હતી. બન્ને નેતા સંસદમાં મળ્યા હતાં.

આ મુલાકાત પછી કેજરીવાલે કહ્યું હતું કે મેં પીએમ મોદીને કહ્યું છેકે દિલ્હી હિંસામાં જે પણ કસુરવાર હોય તેમને કડકમાં કડક સજા કરવામાં આવે. અમે કોરોના વાઈરસ સામે સાથે મળીને કામ કરવાની વાત કરી છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, જો રવિવાર રાતથી જ્યારે અફવાઓ ફેલાવા લાગી હતી ત્યારે જ દિલ્હી પોલીસે ઝડપી પગલાં ભર્યા હોત તો ઘણા લોકોના જીવ બચાવી શકાયા હોત.

દિલ્હીમાં ગત્ સપ્તાહે થયેલી હિંસામાં મૃતકોની સંખ્યા 48 થઈ ગઈ છે. લગભગ ર૦૦ લોકો ઘાયલ છે. જેમની દિલ્હીની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.

દિલ્હી ચૂંટણી પરિણામ પછી કેજરીવાલે ગૃહમંત્રી અમિત શાહ સાથે પણ મુલાકાત કરી હતી. ત્યારપછી મુખ્યમંત્રીએ ટ્વિટર પર લખ્યું હતું કે, ‘માનનીય ગૃહમંત્રી સાથે સારી મુલાકાત થઈ. દિલ્હીના વિકાસ સાથે સંબંધિત ઘણાં મુદ્દાઓ પર અમે ચર્ચા કરી. અમે બન્નેએ નક્કી કર્યું છે કે, રાષ્ટ્રીય રાજધાનીના વિકાસ માટે અમે મળીને કામ કરીશું.’