તાલીબાનોને ટ્ર્મ્પની ખૂલ્લી ચીમકી, “કશું પણ ઉપરતળે થયું તો એટલી સેના મોકલીશ કે…”

અફઘાનિસ્તાનમાં 18 વર્ષથી ચાલી રહેલા તાલિબાનોનું ગૃહ યુદ્ધ વચ્ચે અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિ સમજૂતિ કરાર પર હસ્તાક્ષર થઇ ગયા છે. બંને પક્ષોએ અફઘાનિસ્તાનમાં શાંતિ પ્રસ્તાવને આગળ વધાર્યો અને હવે અમેરિકા પોતાની સેનાને પાછી બોલાવાની પ્રક્રિયા શરુ કરશે.

દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભવિષ્યની કોઇ પણ પ્રકારની પરિસ્થિતિને લઇને તાલિબાનોને ચેતવ્યાં છે. ટ્રમ્પે કહ્યું કે જો કંઇ પણ આઘુ પાછું થયું તો એટલી સેના મોકલીશું કે કોઇ વિચારી પણ નહીં શકે. વોશિંગટનમાં મીડિયા સાથે વાતચીત કરતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ વાત કહી હતી. તેમણે કહ્યું તેઓ ટૂંક સમયમાં તાલિબાની નેતાઓ સાથે મુલાકાત કરશે. આ ઐતિહાસિક ક્ષણ છે.

તેમણે આગળ કહ્યું,‘જો ત્યાં કંઇ પણ ખોટું થયું, તો અમે પાછા જઇશું. હું સ્પષ્ટ કરી દેવા માગુ છું કે અમે ફરી અફઘાનિસ્તાન જઇશું અને પુરી તાકાતથી. જેની કલ્પના કોઇએ નહીં કરી હોય, પરંતુ મને વિશ્વાસ છે કે તેની જરુર નહીં પડે.

તાલિબાની નેતાઓની સાથે મુલાકાત પર તેમણે કહ્યું,‘ટૂંક સમયમાં તાલિબાન અમારી સાથે મળીને આતંકવાદીઓને ઠાર મારશે. તેઓ અમારી લડાઇમાં સામેલ થશે. અમેરિકામાં અમને જબરદસ્ત સફળતા મળી છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે આપણે પોતાના જવાનોને પાછા બોલાવી લઇએ.

જો બધુ સમજૂતી મૂજબ જ ચાલ્યું તો અમેરિકા પોતાના સૈનિકોને 14 મહિનામાં જ અફઘાનિસ્તાનમાંથી પરત બોલાવી લેશે, જ્યારે સામે પક્ષે તાલિબાને પણ કાયમી શાંતિ જાળવી રાખવી પડશે.