કોંગ્રેસમાં ભૂકંપ: મહેસાણા નગરપાલિકામાં બળવાખોરી, હાથમાંથી સત્તા ગઈ

ગુજરાત કોંગ્રેસ માટે ભૂકંપ આણે તેવા સમાચરા મહેસાણાથી આવ્યા છે.  મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના આંતરિક જૂથવાદના પગલે કોંગ્રેસ પ્રમુખને પાલિકામાંથી સત્તા ગુમાવવી પડી છે. 17 સભ્યોએ બાગી કોંગ્રેસના કોર્પોરેટર સાથે પાલિકા પ્રમુખ સામે અવિસવાસની દરખાસ્ત મૂકી હતી.

ત્યારે આજે સાધારણ બોર્ડમાં પાલિકામાં કોંગ્રેસ દ્વારા વ્હીપ જારી કરવામાં આવ્યો હતો. 29 સભ્યોએ એક તૃતિયાંશ બહુમતી સાથે અવિશ્વાસની દરખાસ્ત પાલિકામાં પાસ કરાઈ છે. 11 સભ્યોએ કોંગ્રેસના પાલિકા પ્રમુખને ટેકામાં મતદાન કર્યું છે. 11 કોંગ્રેસ 4 બાગી, ભાજપના 14 સભ્યોના ટેકાથી પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પાસ કરવામાં આવી છે.

ભાજપના 15 સભ્યો અને કોંગ્રેસમાંથી આવેલા પાંચ સભ્યો હવે પાલિકામાં પોતાની સત્તા સાંભળે તેવા એંધાણ લાગી રહ્યાં છે. તો કોંગ્રસના સભ્યોમાં આંતરિક વિખવાદ થકી બીજીવાર પાલિકા પ્રમુખની સત્તા ગઈ હોય તેવું બન્યું છે. ત્યારે આગામી ત્રણ દિવસમાં પાલિકા પ્રમુખની ચૂંટણી યોજાશે. આવનાર સમયમાં ભાજપ સત્તામાં આવે તેવા એંધાણ છે. આ વખતની સીટ અનુસૂચિત જાતિ માટેની છે. ત્યારે સૂત્રો દ્વારા મળેલી માહિતી અનુસાર, કોંગ્રેસમાંથી હીરેન મકવાણા અને ભાજપમાંથી નવીન પરમાર બને તેવી શક્યતા દેખાઈ રહી છે.

મહેસાણા નગરપાલિકામાં ફરી એક વખત ભૂકંપ આવ્યો છે. કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકા પાલિકામાં આંતરિક વિખવાદ સહિત સત્તાની લાલચમાં ફરી ભંગાણ સર્જાઈ રહ્યો છે. આ મહિનાની 18મી તારીખે કોંગ્રેસના 23 સભ્યોમાંથી 17 નગરસેવકોએ અવિશ્વાસની દરખાસ્ત મૂકી હતી.

જ્યારે પ્રથમ નગરપાલિકાના પ્રમુખ બાદ તાજેતરના પાલિકા પ્રમુખને સવા વર્ષ સુધી ખુરશી પર બેસવાનું નક્કી થવા છતાં પણ પાલિકા પ્રમુખએ સત્તા ન છોડતા કોંગ્રેસના સભ્યોએ જ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરી હતી. પ્રમુખ ઘનશ્યામ સોલંકી અને હિરેન મકવાણા એમ બે જૂથ કોંગ્રેસના આમને-સામને આવ્યા હતા. જેમાં સત્તા હાંસલ કરવા માટે હવે ભાજપ પણ મેદાને આવ્યું હતું. કોંગ્રેસનો આંતરિક કકળાટ ચરમસીમાએ આવી જતા ભાજપનો સભ્ય પાલિકા પ્રમુખ બને તેવા એધાણ છે.

મહેસાણા નગરપાલિકામાં પાટીદાર અનામત આંદોલન બાદ પ્રથમ વાર પાલિકામાં કોંગ્રેસની સત્તા આવી હતી. જેમાં પાટીદાર પ્રથમ મહિલા પ્રમુખ સામે પણ અવિશ્વાસની દરખાસ્ત બાદ મામલો કોંગ્રેસના મોવડી મંડળ સુધી પહોંચ્યો હતો. ત્યાર બાદ કોંગ્રેસમાં આંતરિક જૂથવાદ એક બાદ એક ચરમસીમાએ આવ્યો છે.

મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસનો કકળાટ એટલો ખરાબ રહ્યો હતો કે, પાલિકાના કોંગ્રેસના જ સભ્યો ભાજપમાં જતા રહ્યા હતા અને ત્યાર બાદ પાલિકા પ્રમુખ ભાજપમાં ગયા બાદ ફરીવાર કોંગ્રેસમાં આવ્યા હતા. જે બાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે, પાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકી ૩૧ જાન્યુઆરી સુધી પાલિકા પ્રમુખ રહેશે. ત્યાર બાદ પણ પાલિકા પ્રમુખે પોતાની સત્તા ન છોડતા અવિશ્વાસની દરખાસ્ત પાલિકાના કોંગ્રેસના 17 સભ્યોએ કરી હતી. પાલિકાના પાંચ વર્ષના સમયમાં બીજીવાર કોંગ્રેસના પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત દાખલ થઈ હતી. કોંગ્રેસના અને ભાજપમાં જોડાયેલા સભ્યોએ ભેગા મળીને આ અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવાની તજવીજ કરી હતી.

ભાજપ દ્વારા પણ અવિશ્વાસની દરખાસ્ત મામલે ટેકો અપાશે તેવા એંધાણ છે. કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં જ્યારથી કોંગ્રેસે સત્તા સંભાળી છે ત્યારથી જ પાલિકામાં ૨ જૂથ રહ્યાં છે. મહેસાણા નગરપાલિકામાં કોંગ્રેસના ચાર વર્ષના શાસનમાં ચાર પ્રમુખ નિમાઈ ચૂક્યા છે અને ફરી એક વાર અવિશ્વાસની દરખાસ્ત દાખલ થવાથી પાલિકાના રાજકારણમાં ભૂકંપ આવ્યો હતો.