સબસિડી વિનાનાં ગેસના બાટલામાં 53 રૂપિયાનો ઘટાડો

સબસિડી વિનાના એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. દિલ્હી અને મુંબઇમાં સબસિડી વિના 14.2 કિલો ગેસ સિલિન્ડરના ભાવમાં 53 રૂપિયા ઘટાડો કરવામાં આવ્યો છે. ઓગસ્ટ 2019  છી પ્રથમ વખત રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે.

ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર ઓગસ્ટ 2019 અને જાન્યુઆરી 2020ની વચ્ચે ભાવમાં સતત છ વખત વધારો કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન એલપીજી સિલિન્ડર લગભગ 50 ટકા મોંઘા થયા છે.

ઈન્ડીયન ઓઈલ કોર્પોરેશનની વેબસાઇટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર 14.2 કિલો સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 805.50 રૂપિયા, કોલકાતામાં 839.50 રૂપિયા, મુંબઇમાં 776.50 રૂપિયા અને ચેન્નઇમાં 826 રૂપિયા છે. 12 ફેબ્રુઆરીએ સિલિન્ડર કિંમત મુંબઈમાં અનુક્રમે રૂ. 858.50, 896, રૂ .829.50 અને 881 હતી.